સિંગતેલના ભાવ આસમાને, ડબ્બાનો ભાવ 1800એ પહોંચ્યો

26 June, 2019 07:22 PM IST  |  અમદાવાદ

સિંગતેલના ભાવ આસમાને, ડબ્બાનો ભાવ 1800એ પહોંચ્યો

ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 20 દિવસમાં સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 100 રૂપિયાનો વધારો થયો છે. પરિણામે સિંગતેલના એક ડબ્બાનો ભાવ 1200 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 20 દિવસમાં સિંગતેલના 15 કિલોના ભાવમાં પ્રતિ ડબ્બે 120 રૂપિયાનો જંગી વધારો થયો છે. તો જૂની મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂ.90નો વધારો થયો છે.

ચર્ચા એવી છે કે આગામી 10થી 15 દિવસમાં 40થી 50 રૂપિયાનો હજી ભાવ વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા અમૂલે એક લિટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો કર્યો હતો. આમ દૂધ, તેલ સહિતની તમામ વસ્તુના ભાવ વધી રહ્યા હોવાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

સરકાર પાસે જથ્થો છતાંય અછત

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સૌરાષ્ટ્રમાં 15 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું, જેને પગલે હજીય સરકાર પાસે ગત વર્ષની જૂની 4 લાખ ટન મગફળી જથ્થો મોજૂદ છે. કુલ મળી આ વર્ષે 19 લાખ ટન મગફળી છે. વેપારીઓ અને ઓઈલ મિલ માલિકોના કહેવા પ્રમાણે મગફળીની અછત, સિંગતેલનો વધુ વપરાશની સાથે સાથે વાવણી માટે મગફળીની જરૂરિયાત વધતા ભાવ વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ PUBGના કારણે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ છે ચોંકાવનારું

નાફેડ દ્વારા જે મગફળી આપવામાં આવી રહી છે, તેનો ભાવ ઉંચો હોવાથી સિંગતેલમાં ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. નાફેડની વેચાણગતિ ધીમી હોવાથી બજારમાં માંગ અને પુરવઠા ઉપર તેની અસર જોવા મળી રહી છે. તેવામાં નાફેડ દ્વારા નવી મગફળીનું વેચાણ શરુ કરવામાં નહિં આવે તો સિંગતેલનો ભાવ તહેવાર પૂર્વે 2000 રૂપિયાને પાર કરે તો નવાઈ નહીં.

gujarat ahmedabad news