દેશમાં સ્ટાર્ટઅપ મામલે ગુજરાત આઠમાં સ્થાને, મહારાષ્ટ્ર પ્રથમ

01 July, 2019 05:33 PM IST  | 

દેશમાં સ્ટાર્ટઅપ મામલે ગુજરાત આઠમાં સ્થાને, મહારાષ્ટ્ર પ્રથમ

સ્ટાર્ટઅપ મામલે ગુજરાત આઠમાં સ્થાને,

ભારત સરકારની મહત્વની પહેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કુલ 19,351 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. આ સ્ટાર્ટઅપ્સમાં ગુજરાતમાંથી કુલ 985 સ્ટાર્ટઅપ્સ શરૂ કરાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3,361 સ્ટાર્ટઅપ શરૂ કરાયા હતા. સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા મામલે મહારાષ્ટ્ર પહેલા સ્થાને હોય છે. મહારાષ્ટ્ર પછી કર્ણાટકમાં 2847 સ્ટાર્ટઅપ અને દિલ્હીમાં 2,552 સ્ટાર્ટઅપ નોંધાયા છે.

દેશભરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ પ્રોગ્રામને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સ્ટાર્ટઅપ મામલે ગુજરાત 8માં સ્થાને છે. સ્ટાર્ટ ઈન્ડિયા પહેલની શરૂઆત 16 જાન્યુઆરી 2016ના રોજ કરવામાં આવી હતી જેમાં 19 એક્શન પોઈન્ટનો સમાવેશ કરવામાં આવશે. દેશભરમાં ગુજરાત સહિત કુલ 26 રાજ્યોએ સ્ટાર્ટઅપ નીતિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: રાજ્ય સરકારની તિજોરી ખાલી, ડે. સીએમ નીતિન પટેલનું નિવેદન

સૌથી વધુ રોકાણ કર્ણાટકમાં

ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFS) અનુસાર અત્યાર સુધીમાં 247 સ્ટાર્ટઅપમાં કુલ રૂ. 1,625.73 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા સ્થાપવામા આવેલ ફંડમાંથી ગુજરાતમાં સરેરાશ 3.14 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. AIFS દ્વારા સૌથી વધારે રૂ. 499.85 કરોડનું રોકાણ કર્ણાટકના 75 સ્ટાર્ટઅપમાં કરવામાં આવ્યું છે, ત્યારબાદ મહારાષ્ટ્રના 68 સ્ટાર્ટઅપમાં રૂ.440.38 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. દેશના કેન્દ્ર પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપની ભંડોળની જરૂરીયાત માટે ભારત સરકારે રૂ. 10,000 કરોડની રાશિ સાથે ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (FFS)ની સ્થાપના કરી છે.

 

gujarat gujarati mid-day