રાજ્ય સરકારની તિજોરી ખાલી, ડે. સીએમ નીતિન પટેલનું નિવેદન

Published: Jul 01, 2019, 16:31 IST | ગાંધીનગર

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુ એક નિવેદન આપીને ચર્ચા જગાવી છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે GSTના કારણે રાજ્ય સરકારની તિજોરી ખાલી થઈ રહી છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુ એક નિવેદન આપીને ચર્ચા જગાવી છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે GSTના કારણે રાજ્ય સરકારની તિજોરી ખાલી થઈ રહી છે. રાજ્ય સરકાર મંગળવારે પોતાનું બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિન પટેલના આ પ્રકારના નિવેદનથી ચર્ચાઓ શરૂ થઈ છે. હજી કેટલાક દિવસો પહેલા પણ નીતિન પટેલે દારૂબંધીને કારણે ગુજરાતને નુક્સાન થું હોવાનું નિવેદન આપ્યું હતું.

GSTને ગણાવ્યું કારણ

આ વખતે નીતિન પટેલે GSTને કારણ ગણાવ્યું છે. દેશભરમાં GST થયાને 2 વર્ષ થઈ ચૂક્યા છે, કેન્દ્ર સરકાર GSTને પોતાના મહત્વના નિર્ણયોમાંથી એક માને છે. જો કે આ GST ખુદ વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતને જ નુ્સાન કરી રહ્યું છે. મીડિયા સાથે વાત કરતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે GSTના કારણે રાજ્યને વર્ષે 4થી 5 હજાર કરોડનુંન ુક્સાન સહન કરવું પડી રહ્યું છે. જો કે આ નુક્સાન કેન્દ્ર સરકાર ભરપાઈ કરી આપવાની હોવાની વાત પણ નીતિન પટેલે કરી. નીતિન પટેલે કહ્યું કે આગાી 5 વર્ષમાં કેન્દ્ર સરકાર 14 ટકાના ગ્રોથ સાથે આ નુક્સાનની ભરપાઈ કરશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 2 જુલાઇએ રજૂ થશે ગુજરાતનું બજેટ, સત્ર તોફાની બને તેવી શક્યતા

કેન્દ્ર સરકાર કરશે ભરપાઈ

આ ઉપરાંત નીતિન પટેલે પોતાના નિવેદન દરમિયાન કહ્યું કે,'પ્રજાહિત માટે રાજ્ય સરકારની તિજોરીનું નુકસાન બહુ મહત્વનું નથી, પરંતુ પેટ્રોલ અને ડીઝલને હાલ પૂરતો GST હેઠળ લાવવા એક પણ રાજ્ય સરકારની તૈયારી ના હોવાથી તેના પર વેટ જ લાગુ પડશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વેટની આવક માત્ર રાજ્ય સરકાર પાસે રહેતી હોવાથી હાલમાં અલગ અલગ રાજ્યમાં સરકારો દ્વારા આ નિર્ણય લેવાયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK