અમદાવાદ : બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીની ફાંસીની સજા યથાવત‍

28 December, 2019 12:17 PM IST  |  Ahmedabad

અમદાવાદ : બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીની ફાંસીની સજા યથાવત‍

ગુજરાત હાઈ કોર્ટ

સુરતના ગોડાદરામાં એક ૩ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. ત્યાર બાદ આજે એની હાઈ કોર્ટમાં સુનાવણી હતી. આ ઘટનામાં હાઈ કોર્ટે પણ આરોપી અનિલ યાદવની સજા બરકરાર રાખી છે. સુરત કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈ કોર્ટે યથાવત રાખીને જણાવ્યું છે કે આ કેસ રેરેસ્ટ ઑફ ધ રેર કેસ છે. આવા ઘૃણાસ્પદ ગંભીર ગુનામાં કોઈ પણ આરોપીઓને બક્ષવામાં નહીં આવે. આ કેસમાં ૨૮૯ દિવસમાં આરોપી અનિલ યાદવ દોષિત જાહેર થયો હતો અને ૩૧ જુલાઈના સુરત કોર્ટે ફાંસીની સજા આપી હતી.

તમને જણાવીએ કે ૩ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય આચરનાર આરોપીને સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતાં દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. ૧૫-૧૦ ૨૦૧૮ના ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો. ગુજરાતના આ ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે ૩૫ સાક્ષીઓ, મેડિકલ પુરાવા, હ્લજીન્ પુરાવા, સીસીટીવી ફુટેજ વગેરે પુરાવાના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

gujarat ahmedabad surat