હાઈકોર્ટને સરકારની નોટિસ, કથળેલી આરોગ્ય સેવા અંગે માગ્યો જવાબ

19 June, 2019 08:34 PM IST  |  અમદાવાદ

હાઈકોર્ટને સરકારની નોટિસ, કથળેલી આરોગ્ય સેવા અંગે માગ્યો જવાબ

ડોક્ટર્સની હડતાળ બાદ હવે રાજ્યમાં કથળેલી જાહેર આરોગ્ય સેવા અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાની કથળેલી સ્થિતિ અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ ફાઈલ કરવામાં આવી હતી. આ અરજીમાં રાજ્યમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાયમરી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર અને જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની અછત અને સ્ટાફની તંગી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં ખરાબ જાહેર આરોગ્ય સેવાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડતી હોવાની રજૂઆત પણ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

આ જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા દરમિયાન હાઈ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. અરજદારે પોતાની અરજીમાં હાઈકોર્ટને રજૂાત કરી હતી કે જાહેર આરોગ્ય સેવાઓમાં હેલ્થ વર્કર, નર્સ, સ્પેશિયલ ડોક્ટર્સ, પેરા મેડિલક સ્ટાફની પૂરતી સંખ્યા થી. જેને કારણે જનતાની સારવાર પર અસર પડી રહી છે. આ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે જાહેર આરોગ્ય સેવાઓ માટેનું બજેટ સરકાર ઘટાડી રહી છે.

આ અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જાહેર આરોગ્ય સેવાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલું બજેટ ફાળવાય છે તેની વિગતો માગી છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ પાછળ વપરાતા ફંડનું ફંડનું ક્યાં, કેવી રીતે એલોકેશન થયું તેની પણ હાઇકોર્ટે વિગતો માગી છે.

આ પણ વાંચોઃ શાળા પ્રવેશોત્સવના તત્કાલીન CM મોદીના નિર્ણયને હાલની સરકારે રદ કર્યો

આ સાથે જ હાઈકોર્ટે અરજદારને પણ નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે અરજદાર પાસેથી પણ આરોગ્ય સેવાઓ પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગેની વિગતો કોર્ટમાં જમા કરાવવા કહી છે.. આગામી સુનાવણીમાં સરકાર આ જાહેર આરોગ્ય સેવાની ઉણપ મામલે આજે હાઈકોર્ટે કરેલા નિર્દેશો બાદ સરકાર શુ વિગતો કોર્ટમા રજુ કરે છે જે જોવાનુ રહેશે

gujarat news ahmedabad