ગોધરા કાંડઃ ટ્રેનનો કોચ સળગાવવા મામલે યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા

20 March, 2019 03:59 PM IST  |  અમદાવાદ

ગોધરા કાંડઃ ટ્રેનનો કોચ સળગાવવા મામલે યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા

અપરાધી યાકુબ

2002માં થયેલા ગોધરા કાંડ મામલે સ્પેશિયલ SIT કોર્ટે યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે. 62 વર્ષના યાકુબ પાતળિયાને કોચ સળગાવવા મામલે દોષી ઠેરવાયા હતા. પોલીસની એક ટીમે યાકુબની ગોધરામાંથી ધરપકડ કરી હતી. ઘટના બાદ નાસતા ફરતા યાકુબ અબ્દુલ ગની પાતળિયાને પોલીસે ગોધરાના ઓઢા વિસ્તારમાંથી ઝઢપી પાડ્યો હતો. કોર્ટે યાકુબને હત્યા અને ષડયંત્ર કરવાના ગુનામાં સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટ 31 આરોપીઓને આજીવન કેદ આપી ચૂકી છે.

શું હતી ઘટના ?

ઘટના 27 ફેબ્રુઆરી 2002ના રોજ બની હતી. જેમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ-6ને ગોધરા સ્ટેશનથી થોડે દૂર સળગાવી દેવાયો હતો. આ ઘટનામાં 59 કારસેવકોના મોત થયા હતા. ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 28 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2002 સુધી ગુજરાતમાં થયેલા રમખાણોમં 1200તી વધુ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ : પત્રકાર ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા

ગોધરા કાંડનીત પાસ માટે સીટની રચના કરાઈ હતી. સીટે આ કેસમાં 125 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 11 આરોપીઓને ફાંસી અને 20 આરોપીઓને આજીવન કેદની સજા ટ્રાયલ કોર્ટે ફટકારી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે આ 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ કેસમાં 8 આરોપીઓ હજી પણ ફરાર છે. તો કોર્ટ 63 લોકોને નિર્દોષ છોડી ચૂકી છે.

gujarat news ahmedabad