મહિનાઓ બાદ ફરી વધુ એક સિંહનું મોત, મળ્યો મૃતદેહ

02 June, 2019 03:50 PM IST  |  ગીર

મહિનાઓ બાદ ફરી વધુ એક સિંહનું મોત, મળ્યો મૃતદેહ

રાજ્યમાં મહિનાઓ બાદ ફરી એકવાર સિંહના મોતની ઘટના સામે આવી છે. વધુ એક સિંહના મોતના સમાચારથી ચકચાર મચી છે. આ વખતે જૂનાગઢના દખલાણિયા રેન્જમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. દખલાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડના પાણી વિસ્તારમાં સિંહનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે ફોરેસ્ટ વિભાગને આ વિસ્તારમાંતી 3થી 4 વર્ષના તંદુરસ્ત સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ સિંહના મૃતદેહ પર કોઈ જ ઈજાના નિશાન નથી, તેમ જ તેના નખ પણ સલામત છે, પરિણામે સિંહના મોતનું કારણ જાણી શકાયું નથી.

મળતી માહિતી પ્રમાણે સિંહના મૃતદેહનું પોસ્ટ મોર્ટમન કરવામાં આવશે. જે બાદ મૃતદેહના નમૂનાને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લગભગ 3થી 4 મહિના પહેલા આ જ વિસ્તારમાં 28 જેટલા સિંહના મોતની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક સિંહના ચોંકાવનારા મોતથી વનવિભાગ પણ ચોંકી ઉઠ્યુ છે. જો કે સિંહના મોતનું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ ખ્યાલ આવશે.

સિંહબાળનાં મૃતદેહમાંથી તપાસ માટે જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને પોસ્ટર મોર્ટમ માટે કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. જો કે વધુ એક સિંહના મોતથી વન વિભાગ સામે ફરી સવાલ ઉઠી રહ્યા છે. ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સિંહોનાં મોતનો સિલસિલો ફરી શરૂ થયો હોય તેવી શક્યતા છે. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, છ થી સાત મહિનાં નર સિંહબાળનું આંબરડી પાર્ક ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ ગીરઃઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક

ઉલ્લેખનીય છે કે એક શક્યતા ગરમીને કારણે પણ સિંહનું મોત થયું હોવાની છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી વન્યજીવો પણ પરેશાન છે. તાજેતરમાં જ સિંહ પરિવારનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં ગરમીને કારણે સિંહ ત્રસ્ત અને હાંફતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

gujarat news