2020માં રાજ્યમાં 34,000 સરકારી જગ્યાઓમાં ભરતી કરાશે : રૂપાણી

02 January, 2020 09:53 AM IST  |  Gandhinagar

2020માં રાજ્યમાં 34,000 સરકારી જગ્યાઓમાં ભરતી કરાશે : રૂપાણી

વિજયભાઈ રૂપાણી

ગુજરાતમાં ૨૦૨૦ના નવા શરૂ થયેલા વર્ષમાં ૩૪,૦૦૦ સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાસ કાયમ રાખવાની અપીલ પણ કરી છે.

નવા વર્ષના આગમનને વધાવતાં સીએમ રૂપાણીએ કૉન્ગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે ‘વિપક્ષ કૉન્ગ્રેસ રાજકીય લાભ ખાટવા માટે બેરોજગારી અને પારદર્શકતાના મુદ્દે લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. કેટલાંક સ્થાપિત હિતો દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને ગેરમાર્ગે દોરી જઈને તેમના મનમાં અસમંજસતા પેદા કરવામાં આવી છે.’

આ પણ વાંચો : રાજ્યમાં હજી પણ ત્રણેક દિવસ ઠંડીનો પારો ગગડે એવી શક્યતાઓ

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે હું લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે રાજ્યના યુવાનોની મહેનત એળે નહીં જાય. મુખ્ય પ્રધાને પોતાના ફેસબુક અકાઉન્ટ દ્વારા બુધવારે એક સંબોધનમાં આ વાત જણાવી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ‘ત્રણ વર્ષમાં અમે ૧.૧૮ લાખ યુવાનોને સરકારી નોકરી પૂરી પાડી છે. ચાલુ વર્ષે વધુ ૩૪-૩૫ હજાર યુવાનોને અમે રોજગારી પૂરી પાડીશું. આ માટે વિવિધ જગ્યાઓ પર ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.’

gujarat ahmedabad gandhinagar Vijay Rupani