બિમલ શાહ સહિત ચાર નેતા વિધિવત રીતે જોડાયા કૉંગ્રેસમાં

22 January, 2019 01:10 PM IST  | 

બિમલ શાહ સહિત ચાર નેતા વિધિવત રીતે જોડાયા કૉંગ્રેસમાં

ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ સહિત ચાર નેતા કૉંગ્રેસમાં જોડાયા છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ નેતાઓ પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાશે. કપંડવંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય કૉંગ્રેસમાં જોડાતા લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન થવાની શકયતા છે.

કપડવંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ છેલ્લા કેટલાક સમયથી પક્ષથી નારાજ હતા. દરમિયાન આજે બિમલ શાહ ભાજપનો સાથ છોડીને વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ પણ કૉંગ્રેસમાં જોડાયા છે.

સુરતના દર્શન નાયકની પણ ઘરવાપસી થઈ છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માંગરોળના પૂર્વ આઈએએસ અધિકારી જગતસિંહ પણ કૉંગ્રેસમાં જોડાયા છે. ભાજપથી નારાજ હજુ કેટલાક નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો.

પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે. તેમજ કોઈ પણ આશા વગર એક સૈનિકની જેમ કામ કરવાની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો : બાળપણની મિત્ર સાથે હાર્દિક પટેલ કરશે લગ્ન, જાણો બંનેની લવ સ્ટોરી

રાજયસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો કૉંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે પૈકી કેટલાક ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાંથી ગણતરીના લોકો જ વિજયી થયા હતા. ત્યારે હવે કૉંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની પાછી ઘર વાપસી કરાવે તેવી શકયતા છે.

gujarat congress bharatiya janata party