Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બાળપણની મિત્ર સાથે પરણ્યો હાર્દિક પટેલ, જાણો કેવી હતી બંનેની લવ સ્ટોરી

બાળપણની મિત્ર સાથે પરણ્યો હાર્દિક પટેલ, જાણો કેવી હતી બંનેની લવ સ્ટોરી

27 January, 2019 12:56 PM IST |

બાળપણની મિત્ર સાથે પરણ્યો હાર્દિક પટેલ, જાણો કેવી હતી બંનેની લવ સ્ટોરી

હાર્દિક બંધાશે લગ્નના બંધનમાં

હાર્દિક બંધાશે લગ્નના બંધનમાં


હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. હાર્દિકે પોતાની મંગેતર અને બાળપણની મિત્ર કિંજલ પારિખ સાથે આજે લગ્નના સાત ફેરા લીધા છે. આ લગ્ન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દિગસાર ગામમાં યોજાયા. લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા. બંને પરિવારના નજીકના 100 લોકો જ લગ્નમાં સામેલ થયા. લગ્ન હાર્દિક પરિવારના કુળદેવી મેલડી માતાના મંદિરમાં થયા. લગ્ન બાદ બંને વિરમગામમાં રહેશે. આજે અમે તમને જણાવીએ હાર્દિક અને કિંજલની લવસ્ટોરી. 

hardik patel fioncee



કિંજલ પારિખ સાથે હાર્દિક લેશે સાત ફેરા


આવી રીતે મળ્યા હતા હાર્દિક-કિંજલ

હાર્દિક પટેલના પિતા ભરત પટેલના પ્રમાણે, હાર્દિક અને કિંજલ બાળપણથી એકબીજાને ઓળખે છે. બંનેએ બાળપણ વિરમગામના ચંદનનગરી ગામમાં વિતાવ્યું છે. બંને પરિવારો તરફથી લગ્નની મંજૂરી મળી અને 27 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી.

આંતરજ્ઞાતિય નથી આ લગ્ન

હાર્દિકની મંગેતર કિંજલની અટક પારિખ હોવાથી પ્રથમ દ્રષ્ટિએ આ લગ્ન આંતકજ્ઞાતિય લગ્ન લાગે. પરંતુ તે પણ પાટીદાર જ છે. કિંજલ પહેલેથી જ હાર્દિકના ઘરે આવતી જાતી રહી છે. તે હાર્દિકની બહેન મોનિકા સાથે ભણતી હતી. કિંજલનો પરિવાર મૂળ સુરતનો છે, પરંતુ તેઓ વર્ષો પહેલા વિરમગામ આવી ગયા હતા. હાર્દિક અને કિંજલની દોસ્તી જોઈને સૌને લાગ્યું કે બંનેની જોડી જામશે.

જેલમાં હતો ત્યારે થઈ હતી સગાઈ

માર્ચ 2016માં જ્યારે હાર્દિક સુરત જેલમાં હતો ત્યારે કિંજલ સાથે તેમની સગાઈની જાહેરાત થઈ હતી. હાર્દિક અને અન્ય ચાર સામે ત્યારે રાજદ્રોહના આરોપમાં કાર્રવાઈ ચાલી રહી હતી. કિંજલે કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને હાલ ગાંધીનગરથી LLB કરી રહી છે.



Whatsapp-channel Whatsapp-channel

27 January, 2019 12:56 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK