હીરા ઉદ્યોગમાં ભૂકંપ, કસ્ટમ વિભાગે ૩૦૦૦ કરોડના હીરા સીઝ કર્યા

26 June, 2019 08:33 AM IST  |  સુરત

હીરા ઉદ્યોગમાં ભૂકંપ, કસ્ટમ વિભાગે ૩૦૦૦ કરોડના હીરા સીઝ કર્યા

પ્રતીકાત્મક તસવીર

સુરતના શહેરના કતારગામમાં આવેલી એક મોટી ડાયમન્ડ કંપની તથા સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોનું ૩૦૦૦ કરોડના રફ ડાયમન્ડનું ઓવરવૅલ્યુએશન મુંબઈ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. રફ ડાયમન્ડનું ઓવરવૅલ્યુએશન કરીને વિદેશસ્થિત કંપનીમાંથી ભારતમાં આયાત કરવામાં આવ્યા હોવાની વાત ધ્યાને આવતા કસ્ટમ વિભાગે ૭.૫૦ યુએસ મિલ્યન ડૉલરના રફ ડાયમન્ડ ભરેલાં બે કન્સાઇનમેન્ટ સીઝ કરી દીધાં છે.

ડાયમન્ડના વૅલ્યુએશનને લઈને સ્પષ્ટતા નહીં કરી શકતાં થોડા દિવસો અગાઉ સ્પેશ્યલ કાર્ગો કમિશ્નરેટની ટીમે મુંબઈ આવી રહેલા કરોડોના હીરા સીઝ કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈ કસ્ટમમાંથી મળતી માહિતી મુજબ જે કંપનીનાં કન્સાઇન્ટમેન્ટ સીઝ કરવામાં આવ્યાં છે અે કંપની દેશ-વિદેશમાં ૧૨થી વધુ ઑફિસ ધરાવે છે. સાથે જ હીરા ઉદ્યોગકારની ૨૫ પાર્સલો સાથે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આયાત કરેલા એક પાર્સલમાં પકડાયેલા હીરાની સરખામણીએ કાગળ પર મૂલ્ય વધુ દર્શાવાયું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં નવા ૩૦૦ CNG પંપ શરૂ કરાશે

ત્રણ હજાર કરોડના રફ ડાયમન્ડ ઇમ્પોર્ટ કરી ઓવરવૅલ્યુએશન કૌભાંડ કરનાર કે.ડી.ના ટૂંકા નામથી જાણીતી ડાયમન્ડ કંપનીના માલિકોની પૂછપરછ થતાં તેઓ કન્સાઇનમેન્ટ મુંબઈમાં મગાવી અન્ય કંપનીઓને રફ વેચતા હોવાની કબૂલ્યું હતું, જેના આધારે મુંબઈની ઍરપોર્ટ સ્પેશ્યલ કાર્ગો કમિશનર ઍક્ટની ટીમ દ્વારા મુંબઈ અને સુરતની ૧૨ કંપનીઓને નોટિસ પાઠવી છે.

gujarat surat gujarati mid-day