અમદાવાદઃશહેરમાં બીજી વખત ઓરેન્જ એલર્ટ જાહેર, વધશે ગરમી

12 April, 2019 03:08 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃશહેરમાં બીજી વખત ઓરેન્જ એલર્ટ જાહેર, વધશે ગરમી

અમદાવાદમાં શહેરીજનો વધુ ગરમીમાં શેકાઈ શકે છે. હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પરિણામે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અમદાવાદની સાથે સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગરમીમાં વધારો થઈ શકે છે.

સાથે જ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને વડોદરા સહિતના વિસ્તારો કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ગઈકાલે જ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત: હીટવેવથી બદલાયા સ્કૂલના ટાઇમિંગ

હવામાન વિભાગે 14, 15 એપ્રિલના રોજ બનાસાકાંઠા, અમરેલી, વડોદરામાં વરસાદની આગાહી કરી હતી. તો 16 એપ્રિલ સાબરાકાંઠામાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

gujarat ahmedabad news