અમદાવાદ રિવરફ્રન્ટ પર આટલા દિવસ બોટિંગમાં મળશે ડિસ્કાઉન્ટ

18 September, 2019 12:54 PM IST  |  અમદાવાદ

અમદાવાદ રિવરફ્રન્ટ પર આટલા દિવસ બોટિંગમાં મળશે ડિસ્કાઉન્ટ

સાબરમતી રિવરફ્રન્ટ

અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ શહેરની શાન બની ચૂક્યુ છે. અમદાવાદની મુલાકાતે આવતા લોકો તો અહીં આવવાનું ચૂક્તા જ નથી. પરંતુ અમદાવાદીઓ માટે પણ રિવરફ્રન્ટ ફરવા માટેનું મહત્વનું સ્થળ બની ચૂક્યુ છે. હાલ સાબરમતી નદીમાં નર્મદા નીરના વધામણાંની ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે જ અમદાવાદ રિવરફ્રન્ટની મુલાકાતે આવતા લોકોને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને ગિફ્ટ આપી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને રિવરફ્રન્ટ પર આવતા લોકો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ બોટિંગ સહિત અન્ય વોટર બેઈઝ્ડ એક્ટિવિટી જેમ કે સ્પીડ બોટ, પોન્ટુન બોટના ચાર્જમાં 50 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં વ્યું છે. 18 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી એટલે કે આજથી એક સપ્તાહ સુધી બોટિંગ સહિતની પ્રવૃત્તિના ભાવમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ત્રણ જગ્યાએ બોટિંગ પોઈન્ટ્સ બનાવાયા છે. ગાંધી બ્રિજથી નહેરુ બ્રિજ વચ્ચે વલ્લભ સદન પાસેના લોઅર પ્રોમિનાડ પર, ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ ગાર્ડન પાસેનાં રિવરફ્રન્ટ પાર્કના લોએર પ્રોમિનાડ પર અને સરદાર બ્રિજ પાસે ફ્લાવર ગાર્ડનથી પાછળના બાગે લાઓર પ્રોમિનાડ પર બોટિંગ કરી શકાય છે.

આ છે બોટિંગનો સમય

- 18મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગેથી સાંજના 7 વાગ્યા સુધી.
- જ્યારે 19મી સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી.

આ પણ વાંચોઃ એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

ઉલ્લેખનીય છે કે હાલ રિવરફ્રન્ટની સ્વચ્છતા પર પણ ખાસ દ્યાન અપાઈ રહ્યું છે. આ વર્ષે દશા માના વ્રત બાદ અને ગણેશોત્વસ બાદ એએમસીની કડક કામગીરીને કારણે એક પણ મૂર્તિ નદીમાં પધરાવવામાં નથી આવી. સાથે જ વરસાદ વધારે થવાથી સાબરમતી નદી પણ છલાકી રહી છે. ત્યારે નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે આવેલાં તમામ બોટિંગ પોઈન્ટ પર જાહેર જનતાના લાભાર્થે બોટિંગના દરમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.

ahmedabad gujarat news