અમદાવાદઃ શહેરના ચારેય ખૂણાને જોડશે મેટ્રો રેલ, જાણો ક્યાં હશે સ્ટેશન

08 February, 2019 01:38 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ શહેરના ચારેય ખૂણાને જોડશે મેટ્રો રેલ, જાણો ક્યાં હશે સ્ટેશન

મેટ્રો ટ્રેનના સ્ટેશન અહીં હશે

અમદાવાદ મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં અમદાવાદીઓને મેટ્રો રેલમાં મુસાફરી કરવા મળી જશે. અમદાવાદ મેટ્રો ટ્રેન શહેરના ચારેય ખૂણાને જોડી રહી છે. ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ સાઉથ એમ બંને ફેઝમાં 32 સ્ટેશન આવશે.

આટલા વિસ્તારોમાં હશે સ્ટેશન

આ વિસ્તારોમાં હશે મેટ્રોના સ્ટેશન

અમદાવાદ મેટ્રોના રૂટની કુલ લંબાઈ 39.259 કિલોમીટર છે, જેમાંથી 6 કિલોમીટર જેટલો રૂટ અંડરગ્રાઉન્ડ છે, બાકીનો રૂટ એલિવેટેડ છે. તો ઉત્તર-દક્ષિણ કોરિડોરની લંબાઈ 18.522 કિલોમીટર છે. જે મોટેરા સ્ટેડિયમથી વાસણા APMCને કનેક્ટ કરશે. આ રૂટ પર સાબરમતી, એઈસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ, રાજીવનગર, જીવરાજ પાર્ક એમ કુલ 15 સ્ટેશન આવશે.

ઈસ્ટ-વેસ્ટમાં હશે આટલા સ્ટેશન

તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર 21.16 કિલોમીટર લાંબો છે. આ રૂટ પર કુલ 17 સ્ટેશન આવશે. આ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામને કનેક્ટ કરશે. આ રૂટ પર નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, એપેરલ પાર્ક, કાંકરિયા પૂર્વ, કાલુપુર રેલવે સ્ટેશન રોડ, ઘી કાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુલ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ એમ કુલ 17 સ્ટેશન આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ મેટ્રોનું ટ્રાયલ રન, એપરલ પાર્કથી સ્વસ્તિક ચાર રસ્તા સુધી થયું પરીક્ષણ

આ પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં લગભગ 6 કિલોમીટરનો રૂટ અંડરગ્રાઉન્ડ હશે, જેમાં કુલ 4 સ્ટેશન પણ છે. જ્યારે બાકીના 13 સ્ટેશન એલિવેટેડ હશે. જૂની હાઈકોર્ટ પાસે બંને રૂટ ક્રોસ થશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ત્યારે હવે અમદાવાદીઓ પણ ટ્રાફિકથી રાહત મેળવવા ઉતાવળા બન્યા છે.

ahmedabad gujarat news