અમદાવાદ: કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી, 3 લોકોના મોત

14 July, 2019 07:34 PM IST  | 

અમદાવાદ: કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી, 3 લોકોના મોત

અમદાવાદના કાંકરિયામાં બાળકોના પ્લે એરિયામાં અચાનક રાઈડ તૂટી પડતા અફરા તફરી મચી છે.  અચાનક રાઈડ તૂટી પડતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  કાંકરિયામાં બાલવાટિકા નજીકની રાઈડ તુટતા 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાા છે. 32 લોકોની કેપેસિટી વાળી ડિસ્કવરી નામની રાઈડ અચાનક તૂટી પડી હતી જેના કારણે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત અને રવિવાર હોવાના કારણે કાંકરિયામાં મોટી સંખ્યામા લોકો મનોરંજન માટી આવ્યા હતા અને કાંકરિયાની રાઈડની મજા માણી રહ્યા હતાં ત્યારે અચાનક બાલ વાટિકામાં રહેલી એક રાઈડ તૂટી પડી હતી. રાઈડ તૂટી પડતા બૂમા બૂમ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને AMCના કર્મચારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા અને જાહેર કર્યું હતું કે, ઈજાગ્રસ્તોની સારવાર AMC તરફથી કરવામાં આવશે અને  ઈજાગ્રસ્તોને નજીકના એલ જી હોસ્પિટલ લઈ જવાયા હતા.

 

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ: સોલનમાં ગેસ્ટ હાઉસ ધરાશાયી, 30 જવાનો દટાયા

હાલ કાંકરિયા બાલ વાટિકાની તમામ રાઈડો બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાઈડ તૂટતા કાંકરિયામાં લોકોના ટોળેટોળા વળી ગયા હતા. પોલીસ દ્વારા લોકોને ખસેડવામાં આવ્યા છે. હાલ રાઈડ કઈ રીત તૂટી તે બહાર આવ્યું નથી પરંતુ પોલીસ આ અંગે માહિતી મેળવી રહી છે.

gujarat gujarati mid-day