અમદાવાદ: ગ્રાહકો હોટેલોના રસોડામાં જઈ સ્વચ્છતા ચકાસી શકશે

08 November, 2019 10:00 AM IST  |  Ahmedabad

અમદાવાદ: ગ્રાહકો હોટેલોના રસોડામાં જઈ સ્વચ્છતા ચકાસી શકશે

પ્રતીકાત્મક તસવીર

ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો હોટેલ સંચાલકોને મોટો આદેશ જાહેર કર્યો છે. હવેથી કોઈ પણ હોટેલના રસોડામાં ‘નો એન્ટ્રી’ બોર્ડ ન લગાવવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંચાલકોએ જણાવ્યું છે. જેથી હવે કોઈ પણ હોટેલના રસોડામાં ગ્રાહકો જઈ સ્વચ્છતાની ચકાસણી કરી શકશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આદેશ બાદ હોટેલના રસોડામાં ‘નો એન્ટ્રી’નું બોર્ડ લગાવી શકાશે નહીં.

અમદાવાદમાં ફૂડમાં વારંવાર નીકળતા વંદા, જીવાત અને મકોડાને લઈને ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે, જે અંતર્ગત ગ્રાહક હવે સીધા હોટેલના રસોડામાં પણ પ્રવેશી શકશે અને હોટેલમાં બનતી તમામ વાનગી પણ ચેક કરી શકશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પરિપત્ર મુજબ કોઈ પણ રાજ્યની કોઈ પણ હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં જઈ શકશે. ત્યારે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ‘નો એડ્મિશન વિધાઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન’ જેવાં બોર્ડ દૂર કરવા પડશે.

આ પણ વાંચો : મહા વાવાઝોડાની રાજ્યમાં અસરઃ ઉનામાં ગાજવીજ સાથે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જમવામાંથી કીડા અને મંકોડા નીકળવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. જેના કારણે તંત્રની નિષ્ક્રિય કામગીરી પરથી પણ પડદો ઊઠ્યો હતો. કોઈ વાર સાઉથ ઈન્ડિયન ઢોસામાંથી વંદો નીકળતો હતો તો કોઈ વાર આઈસક્રિમમાં ખદબદતી જીવાતનો વિડિયો વાઇરલ થયો હતો, જેના કારણે ઘરબહાર ભોજન લેવાના શોખીનોની ઊંઘ ઊડી ગઈ હતી.

gujarat ahmedabad food and drug administration