Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મહા વાવાઝોડાની રાજ્યમાં અસરઃ ઉનામાં ગાજવીજ સાથે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

મહા વાવાઝોડાની રાજ્યમાં અસરઃ ઉનામાં ગાજવીજ સાથે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

08 November, 2019 09:46 AM IST | Una

મહા વાવાઝોડાની રાજ્યમાં અસરઃ ઉનામાં ગાજવીજ સાથે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

મહા વાવાઝોડા

મહા વાવાઝોડા


મહા વાવાઝોડાની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસર મધદરિયે જોવા મળી રહી છે. એક માછીમાર દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો છે જેમાં પવન દરિયામાં ઘૂમરી મારતો હોય એવાં દૃશ્યો એમાં કેદ થયાં છે. વાવાઝોડાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારથી જ કાળાં ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાનો વિડિયો સામે આવ્યો છે એ કોડીનાર અને દીવ વચ્ચેના દરિયાનો હોવાનું જાણવા મળ્યું છે. ગીરગઢડા તાલુકામાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર જંગલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉના તાલુકાનાં મોટા ભાગનાં ગામડાંઓમાં મોડી રાતથી કડાકા ભડાકા સાથે ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેડૂતો અને માછીમારોને ભારે નુકસાની પહોંચી છે.

મહા વાવાઝોડાની અસર દીવ અને ઉનાના દરિયાકાંઠે વધારે જોવા મળી રહી છે. ઉનાના નવા બંદરનો દરિયામાં ભારે પવન ફૂંકાતાં દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં હાલ કરન્ટ જોવા મળતાં ઉંચાં મોજાં ઊછળી રહ્યાં છે. ત્રણ દિવસથી શાંત બનેલા દરિયામાં અચાનક કરન્ટ જોવા મળી રહ્યો છે. દીવમાં ધોધમાર વરસાદ યથાવત છે. મોડી રાતથી વણાકબારા, નાગવા, ઘોઘલા, મલાલા અને દીવ શહેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથના કોટડા અને દીવના વણાકબારાને જોડતી દરિયાઈ ખાડીમાં ચાલતી ફેરી બોટ બંધ કરાવવામાં આવી છે.



ભારે પવન અને દરિયામાં કરન્ટને લઈને સવારથી કલેક્ટરે ફેરી બોટ બંધ કરાવી છે. વાવાઝોડાને લઈને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારથી જ કાળાં ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાનો વિડિયો સામે આવ્યો છે એ કોડીનાર અને દીવ વચ્ચેના દરિયાનો હોવાનું જાણવા મળ્યું છે. ગીરગઢડા તાલુકામાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર જંગલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


કોડીનાર પંથકમાં ધીમી ધારે વરસાદ કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. વેરાવળના ભેટાળી, રામપરા, કોડીદ્રા, કુકરાસ અને આજુબાજુનાં ગામોમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે રાતના ચાર વાગ્યે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ઉનામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ચોમાસું પાકની સાથે સાથે હવે શિયાળું પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં પણ વરસાદનું જોર છે. પરંતુ દરિયામાં હાલ કરન્ટ જોવા મળતો નથી.

મહા વાવાઝોડાની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જાફરાબાદ તાલુકાનાં કેટલાંક ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ટીંબી, હેમાળ, દુધાળા, છેલાણા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભાના મોટા બારમણ સહિત આસપાસનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


મહા વાવાઝોડું સમુદ્રમાં જ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, બુલબુલની ગુજરાત પર અસર નહીં

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડું બપોરે ૧૨ વાગ્યા બાદ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ હજી ૨૪ કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતી કાલથી વરસાદમાં ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજકોટમાં પણ સામાન્ય વરસાદ રહેશે.

૧૨ કલાક બાદ વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે. ૧૦ નવેમ્બરથી હવામાન સામાન્ય બની જશે. દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલથી વરસાદમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે.

સુરતમાં મેઘો મુશળધાર : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, લગ્નનો મંડપ ધરાશાયી

મહા વાવાઝોડાની અસરના પગલે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે ચાર વાગ્યે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હાલ ધોધમાર પડી રહ્યો છે, જેને પગલે નોકરી ધંધે જતા લોકોને અસર પહોંચી છે. જ્યારે લિંબાયત અને ઉધનાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે અને લિંબાયતમાં લગ્નનો મંડપ ધરાશાયી થઈ ગયો હતો. જોકે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

આ પણ વાંચો : ગુજરાત: સુરત મેટ્રો માટેનાં ચક્રો ગતિમાન

બુધવારે સવારે ૬ વાગ્યાથી સવારે ગુરુવારે ૬ વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઓલપાડમાં ૧૧ મિમી, સુરત સિટીમાં ૧૦ મિમી, ચોર્યાસીમાં ૮ મિમી, કામરેજમાં ૩ મિમી અને નવસારી જિલ્લામાં જલાલપોરમાં ૧૧ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે આવેલા વાતાવરણમાં પલટાથી ધોધમાર વરસાદ નોંધાયો છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ૪૧ મિમી વરસાદ નોંધાયો છે. માંડવીમાં ૪ મિમી, કામરેજમાં ૩ મિમી, પલસાણામાં ૩ મિમી વરસાદ નોંધાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 09:46 AM IST | Una

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK