અમદાવાદ: ભારે વરસાદને પગલે રેલવે દ્વારા 26 ટ્રેનો રદ, મુસાફરો અટવાયા

12 August, 2019 08:46 AM IST  |  અમદાવાદ

અમદાવાદ: ભારે વરસાદને પગલે રેલવે દ્વારા 26 ટ્રેનો રદ, મુસાફરો અટવાયા

ટ્રેન

રાજ્યમાં ભારે વરસાદને પગલે રેલવે ટ્રૅક પર પાણી ભરાતાં કેટલીક ટ્રેનોના રૂટ પર અસર થઈ છે, જેથી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. પૂરની પરિસ્થિતિના પગલે આજે ૨૬ ટ્રેનો રદ કરવામાં આવી છે તો આવતી કાલે ૧૦ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વડોદરાથી વારાણસી જતી મહામના ટ્રેન ૪ કલાક મોડી ઊપડી હતી. આણંદ-ગોધરા વચ્ચે રેલલાઇન પર પાણી ભરાતાં આ રૂટની ટ્રેનો રદ કરાઈ હતી. નડિયાદ-મોડાસા ટ્રેનને પણ હાલમાં રદ કરી દેવામાં આવી છે. રેલવે-સ્ટેશન ખાતે સેંકડો મુસાફરો અટવાઈ જવા પામ્યા છે. ઘણા મુસાફરો તો એક દિવસ ઉપરાંતથી સ્ટેશન પર આસરો લઈ રહ્યા છે.

૧૨ ઑગસ્ટે કઈ ટ્રેન રદ?
સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ
રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ
ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસ
અમદાવાદ-ચેન્નઈ એક્સપ્રેસ
બૅન્ગલોર-જોધપુર એક્સપ્રેસ
દેહરાદૂન-કોચુવેલી એક્સપ્રેસ

૧૩ ઑગસ્ટે કઈ ટ્રેન રદ?
સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ
ગાંધીધામ-બૅન્ગલોર એક્સપ્રેસ
પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ
બિકાનેર-યશવંતપુર એક્સપ્રેસ
જયપુર-પુણે એક્સપ્રેસ
મૈસુર-અજમેર એક્સપ્રેસ

૧૪ ઑગસ્ટે કઈ ટ્રેન રદ?
રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ
સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ
પુણે-જયપુર એક્સપ્રેસ
ચેન્નઈ-અમદાવાદ એક્સપ્રેસ
જોધપુર-બૅન્ગલોર એક્સપ્રેસ
ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસ

આ પણ વાંચો : ગાંધીનગર: સરદાર સરોવરમાં પાણીની આવક વધતાં મધરાતે 8 દરવાજા ખોલાયા

૧૫ ગસ્ટે કઈ ટ્રેન રદ?
રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ
ઓખા-તુતીકોરિન એક્સપ્રેસ
ચેન્નઈ-અમદાવાદ એક્સપ્રેસ
જોધપુર-બૅન્ગલોર એક્સપ્રેસ
યશવંતપુર-જયપુર એક્સપ્રેસ

gujarat Gujarat Rains ahmedabad indian railways