સુરતની ઘટના પછી ગુજરાતભરના 32 ક્લાસ સીલ ને 550થી વધારે ક્લાસિસને નોટિસ

26 May, 2019 07:43 AM IST  | 

સુરતની ઘટના પછી ગુજરાતભરના 32 ક્લાસ સીલ ને 550થી વધારે ક્લાસિસને નોટિસ

ફાઈલ ફોટો

તક્ષશિલા આર્કેડમાં ૨૩ સ્ટુડન્ટ્સનો જીવ ગયા પછી ગુજરાત સરકાર સફાળી જાગી હતી અને ગુજરાતભરના ક્લાસિસમાં ફાયર-સેફ્ટીની કેવી વ્યવસ્થા છે એની તપાસનો આદેશ આપ્યો હતો. આ આદેશ પછી છેલ્લા ચોવીસ જ કલાકમાં ગુજરાતનાં આઠ શહેરના બત્રીસ ક્લાસને સ્થાનિક અધિકારીઓ દ્વારા સીલ મારવામાં આવ્યા છે જ્યારે પપ૦થી વધારે ક્લાસિસને નોટિસ આપવામાં આવી છે.

 આપવામાં આવેલી નોટિસ મુજબ સાત દિવસમાં ફાયર-સેફ્ટીની જે કોઈ વ્યવસ્થા સૂચવવામાં આવી છે એનો અલમ કરીને સ્થાનિક અધિકારી પાસેથી એન.ઓ.સી લેવાનું રહેશે અન્યથા આ ક્લાસને પણ સીલ મારવામાં આવશે.

આ પણ વાંચો: સુરત આગ: જાનના જોખમે બાળકોને બચાવવા પ્રયત્ન કરતો રહ્યો કેતન

ગુજરાતમાં જે ક્લાસિસને સીલ મારવામાં આવ્યા છે એમાંથી મોટા ભાગના ક્લાસિસ બિલ્ડિંગના સેલર એટલે કે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ચલાવવામાં આવતા હતા, જ્યાં આગ લાગે તો બહાર નીકળવાનો કોઈ રસ્તો રહે નહીં અને ધુમાડાથી શ્વાસ રુધાઈ જવાના કારણે જાનહાનિનો આંકડો મોટો થઈ શકે. ભાણવડ, કુતિયાણા, લોધિકા, ધોરાજી અને ધાંગ્રધામાં તો અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્કિંગની જગ્યા બંધ કરીને ક્લાસિસ બનાવવામાં આવ્યા હતા.

surat news gujarati mid-day