દેશભરના 20000 સરપંચો અમદાવાદમાં એકઠા થશે

26 September, 2019 08:59 AM IST  |  અમદાવાદ

દેશભરના 20000 સરપંચો અમદાવાદમાં એકઠા થશે

નરેન્દ્ર મોદી

ગુજરાતના અમદાવાદમાં બીજી ઑક્ટોબરે યોજાનારા સરપંચ મહાસંમેલનમાં દેશભરના વીસ હજાર જેટલા સરપંચો એકઠા થશે. આ મહાસંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહીને દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. નવરાત્ર‌િના દિવસોમાં આ મહાસંમેલન મળી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સહ‌િતનાં રાજ્યોમાંથી આવેલા સરપંચો ગુજરાતની નવરાત્ર‌િના ગરબા માણશે તેમ જ ગાંધીબાપુનાં વિવિધ સ્થળોની મુલાકાત પણ લેશે.

અમદાવાદમાં યોજાનારા સરપંચ મહાસંમેલનમાં ગુજરાતના ૧૦ હજાર સરપંચો તથા ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સહ‌િતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૧૦ હજાર સરપંચો મળીને ૨૦ હજાર જેટલા સરપંચો ભાગ લેશે. આ ઉપરાંત ગ્રામ્યના સ્વચ્છતા વર્કરો પણ ભાગ લેશે.

આ પણ વાંચો : રાધનપુરમાં અલ્પેશ અને બાયડમાં ધવલસિંહને બીજેપીની લીલી ઝંડી

વિવિધ રાજ્યોમાંથી આવેલા સરપંચોને દાંડી મેમોરિયલ – નવસારી, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, દાંડી કુટીર, મહાત્મા મંદિર ઉપરાંત ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળોની મુલાકાત કરાવાશે અને ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્ર‌િના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે.

narendra modi gujarat ahmedabad