મારી બધી ગર્લફ્રેન્ડ્સને સેક્સ વખતે પેઇન બહુ થાય છે, એવું કેમ?

13 February, 2023 04:27 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સાઇઝના ભ્રમમાં રહેવાને બદલે કે એવી ફાલતુ વાતોમાં કૉલર ટાઇટ કરવાની માનસિકતા રાખવાને બદલે સામેના પાત્રની આવશ્યકતાને સમજવી અનિવાર્ય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૨૬ વર્ષનો છું. કૉર્પોરેટમાં જૉબ કરું છું અને અનમૅરિડ છું. આઠેક વર્ષથી મૅસ્ટરબેશનની આદત છે. ક્યારેક તો હું દિવસમાં એકથી વધુ વાર કરું છું અને દરેક વખતે મને પ્લેઝરની બેસ્ટ ફીલ આવે છે. મારે બે-ત્રણ ગર્લફ્રેન્ડ પણ છે, જેમની સાથે ફિઝિકલ રિલેશન છે. પહેલી વાર પેનિટ્રેશન સમયે તેમને બહુ પેઇન થાય છે અને મને સેક્સની ના પાડે છે. આવું મારી બધી ગર્લફ્રેન્ડ સાથે બન્યું છે. આ મારે લીધે થાય છે કે પછી એ લોકોમાં કોઈ પ્રૉબ્લેમ હશે? મેં એક-બે ફ્રેન્ડ સાથે વાત કરી તો તેમણે એવું કહ્યું કે પેનિસની સાઇઝ મોટી હોય તો પણ આવું બને. મને ખબર નથી પડતી કે શું સાચું છે? મલાડ

પહેલી વાત, હમઉમ્રની વાત હોય ત્યારે પેનિસ કે વજાઇનાની સાઇઝને કોઈ સંબંધ નથી હોતો. એ અંગના સ્નાયુની ઇલૅસ્ટિસિટી એવી હોય છે જે સાઇઝ મુજબ એ સ્નાયુ વર્તતા હોય છે. હવે બીજી વાત. તમે જે કહો છો એ જોતાં એવી સંભાવના લાગે છે કે તમે ઇન્ટરકોર્સની બાબતમાં ઉતાવળા થતા હશો અને એને લીધે તમે જેની સાથે સેક્સ કરતા હશો તે ઉત્તેજિત થાય એ પહેલાં જ તમે ઇન્ટરકોર્સ શરૂ કરતા હશો. સેક્સ પહેલાં ફોર-પ્લેની ક્રિયામાં સમય ગાળવો જરૂરી છે. કિસ, હગ, અરસપરસ ગમતી જગ્યાએ હાથ ફેરવવો જેવી પ્રક્રિયાથી પુરુષનું પેનિસ ઉત્થાન થાય અને એવી જ રીતે વજાઇનામાં યોગ્ય ચીકાશ ઉત્પન્ન થાય જે પેનિસને દાખલ થવા દેવામાં સરળતા ઊભી કરે. 

આપણે ત્યાં પુરુષોએ સમજવાની જરૂર છે કે જેટલી મજા સફરમાં છે એટલી મજા મંઝિલે પહોંચવામાં નથી. સાઇઝના ભ્રમમાં રહેવાને બદલે કે એવી ફાલતુ વાતોમાં કૉલર ટાઇટ કરવાની માનસિકતા રાખવાને બદલે સામેના પાત્રની આવશ્યકતાને સમજવી અનિવાર્ય છે. અન્યથા એવું બની શકે કે તમારા લગ્નજીવનમાં પણ આ જ પ્રશ્ન ઊભો થાય અને એ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરે. ધીરજ સાથે અને સંયમથી સંબંધોમાં આગળ વધવું જરૂરી છે. જમતાં પહેલાં ઘણા લોકો ઍપિટાઇઝર તરીકે સૂપ પીએ એમ સંભોગ પહેલાં યોગ્ય ઉત્તેજના માટે સંવનનની પ્રક્રિયા જરૂરી છે એનો આરંભ કરો. અગત્યની વાત. બે-ચાર ફ્રેન્ડ હોવી અને એટલે ગર્લફ્રેન્ડ હોવી. એ બધી સાથે ફિઝિકલ રિલેશન હોવા અયોગ્ય છે.

columnists sex and relationships life and style health tips