એકલતાએ કૉલગર્લ અને દારૂ બન્નેની લત લગાડી દીધી છે

31 May, 2023 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દારૂની અસર ઊતરતાં હતાશા, નિરાશા, ગમગીની અને નકારાત્મક લાગણીઓના ઊભરા વધે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૭ વર્ષ છે. પહેલાં લગ્નમાં ચાર વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા. એ પછી ત્રણેક વર્ષ ઑફિસની એક મહિલા સાથે સંબંધ હતો, પણ લગ્ન ન થયા. એ પછી અરેન્જ્ડ મૅરેજ કર્યાં. બે વર્ષ પહેલાં મારી બીજી પત્ની અવસાન પામી છે. હવે પાછો સિંગલ છું. ફરીથી લગ્ન કરવાની ઇચ્છા પણ નથી. જોકે શારીરિક તૃષ્ણાનું શું? બાર અને પબમાં નાઇટ-આઉટથી સંતોષ મેળવી લઉં છું. દોસ્તારો પરિવારવાળા હોવાથી હવે એવા ઠેકાણે સાથ આપી શકતા નથી. એને કારણે દારૂ પીવાની આદત લાગી ગઈ છે. પ્લસ સિલેક્ટેડ બે-ત્રણ કૉલગર્લ સાથે સમય પસાર કરું છું. જોકે પેગ લગાવું નહીં ત્યાં સુધી હવે પર્ફોર્મન્સ બરાબર નથી થતું. મજા પણ નથી આવતી. શું દારૂની આદતને કારણે હવે પર્ફોર્મન્સ બગડ્યું હશે? દારૂ વિના સમાગમ કરવામાં તકલીફ પડે છે. દેશી કે વિદેશી વાયેગ્રા કામ આવે? દહિસર

વારંવારના સંબંધો તૂટ્યા પછી સ્વાભાવિક રીતે તમને એકલવાયાપણું લાગતું હશે એ સ્વાભાવિક છે, પણ એકલતાને મારવાનો તમે શોધેલો વિકલ્પ ખતરનાક છે. દારૂથી હતાશા દૂર નથી થતી. દારૂની અસર ઊતરતાં હતાશા, નિરાશા, ગમગીની અને નકારાત્મક લાગણીઓના ઊભરા વધે છે. એટલું જ નહીં, એ તમારી સેક્સ્યુઅલ લાઇફ ઉપરાંત ઓવરઑલ ફિઝિકલ હેલ્થ માટે પણ ધીમું ઝેર છે. પ્રોફેશનલ ગર્લ્સ પાસેથી શારીરિક સંતોષ મેળવી લેવાનો ટૂંકો રસ્તો ક્યારેક ભારે પડી શકે છે. બીજું, દારૂ પીવાની આદતથી શરૂઆતમાં અચાનક આવતા ઉન્માદને કારણે સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ સુધરી ગયો હોય એવું લાગી શકે, પણ ખરેખર સેક્સ-લાઇફ સુધરતી નથી. 

લાંબા ગાળે દારૂ સેક્સ-લાઇફમાં જબરી ખાનાખરાબી સર્જે છે. એટલું જ નહીં, લિવર અને બ્રેઇન માટે એ ઘાતક પણ નીવડી શકે છે.  દારૂની આદતથી સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પર માઠી અસર પડે જ છે. વળી કોઈ પણ દવા અને દારૂને ભેગાં ન કરવાં જોઈએ. એટલે સૌથી પહેલાં વ્યસન છોડવું જરૂરી છે. તમે જે ક્વૉન્ટિટી કહી છે એ સાચી હોય તો આ લત છોડવી અઘરી લાગતી નથી. બહેતર છે કે તમે એ છોડવા પર ફોકસ કરો. સેક્સ-ડ્રાઇવ આપોઆપ બહેતર થશે.

sex and relationships life and style health tips columnists