ગુદામાં આંગળી નાખવી ગમે એ હાનિકારક છે?

25 January, 2023 04:38 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આ આદતને કાઢવા તમારી ડાયટમાં ચેન્જ કરો એ જરૂરી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૬૨ વર્ષની છે. સેક્સ-લાઇફ થોડી મંદ પડી ગઈ છે જેનો મને રંજ હતો. પછી જેવી પ્રભુની ઇચ્છા એવું ધારીને મેં એ તરફ ધ્યાન આપવાનું છોડી દીધું હતું. એ પછી છેલ્લા થોડા સમયમાં એક વિચિત્ર આદત પડી છે. સવારે હાજતે ગયા પછી મળ કાઢતી વખતે મને ગુદામાં આંગળી નાખવાની આદત પડી છે. સ્વાસ્થ્ય માટે તો એ માર્ગ સાફ થઈ જાય એ જરૂરી છે જ, પણ આંગળી નાખવાથી આનંદ આવે છે અને એને લીધે મારું લિંગ પણ બરાબર ટટ્ટાર થાય છે. આ આદતથી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય ખરી? મલાડ

દેખીતી રીતે તો કહી શકાય કે તમારી આવી આદતથી જીવનમાં શારીરિક રીતે કોઈ વિપરીત અસર નહીં થાય, પણ આ આદત સારી નથી અને ખોટી આદત જાહેરમાં આવે એ પહેલાં જ જો નીકળી જાય તો એનાથી ઉત્તમ બીજું કશું નથી. આ આદતને કાઢવા તમારી ડાયટમાં ચેન્જ કરો એ જરૂરી છે. તળેલી આઇટમો, કાચાં કેળાં, ચીકુ, દાડમ ખાવાનું ઓછું કરો અને લીલી શાકભાજી ખાવાનું પ્રમાણ વધારો. સૂતાં પહેલાં રોજ રાતે એક ચમચી મોટી હરડે અડધા ગ્લાસ પાણી સાથે લેવી. હરડે ખાધા પછી દસેક કિસમિસ ચાવી જવી. તમને જે પ્રૉબ્લેમ છે એ કબજિયાતને કારણે છે, કબજિયાતમાં રાહત થશે તો આદત પણ જશે.

આ પણ વાંચો : લૉન્ગ ડિસ્ટન્સ સંબંધો છે અને ફિઝિકલ નીડ પણ છે તો શું કરવું?

એક સૂચન કરવાનું કે બહારથી હરડેનો તૈયાર પાઉડર મળે એ ખરીદવાને બદલે માર્કેટમાંથી હરડે લાવી ઘરે જાતે જ કૂટીને પછી વાપરવી. મોટી હરડે અને નાની હરડે એટલે કે હીમજ વચ્ચે ફરક છે. હીમજ મોટી હરડે કરતાં સસ્તી છે. એનામાં માત્ર રેચનો જ ગુણ છે, મોટી હરડે જેવા બીજા ગુણ નથી. મોટી હરડે પ્રમાણમાં થોડી મોંઘી છે, પણ ગુણકારીયે એવી જ છે. 

ગુદામાં આંગળી કરવાની પ્રક્રિયાને અંગુલીમૈથુન કહેવામાં આવે છે. આ અંગુલીમૈથુનની આદત જો વધે તો એના પછીના સ્ટેજમાં ગુદામૈથુનનું મન થાય એવી શક્યતા રહેલી છે અને એ શક્યતાને જોતાં એવું પણ બની શકે કે વ્યક્તિ હોમો-પાર્ટનર શોધવાનું શરૂ કરે. આ શક્યતા સાવ નહીંવત્ કહેવાય, પણ એને નકારી ન શકાય એટલે બને ત્યાં સુધી આ આદતને કાઢવાની કોશિશ કરવી અને જે સજેશન આપ્યું એ સજેશન મુજબ હરડે અને કિસમિસનો પ્રયોગ શરૂ કરવો. રાહત રહેશે.

columnists life and style sex and relationships health tips