ઇન્ટિમેટ સીન જોતાં જ ઑર્ગેઝમ આવી જાય છે

20 September, 2022 02:18 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એને શીઘ્રપતન એટલે કે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન કહેવામાં આવે છે. વધારે પડતા એક્સાઇટમેન્ટને લીધે આવું બનતું હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ચોવીસ વર્ષની છું અને એક કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. મારા ઘરનું ઍટ્મૉસ્ફિયર ખાસ્સું ધાર્મિક છે એટલે ઘરમાં અમુક પ્રકારની ચર્ચા સુધ્ધાં ન થાય. હવે મોબાઇલનો યુઝ વધ્યો છે હું મોબાઇલ પર વેબ-શો જોતી હોઉં છું. જોકે વેબ-શોને લીધે મને મૅસ્ટરબેશનની આદત પડી છે. એવું બને છે કે હું કોઈ ઇન્ટિમેટ સીન જોઉં તો તરત જ ઑર્ગેઝમ પર પહોંચી વેટ થઈ જાઉં છું. થોડા સમય પહેલાં એન્ગેજમેન્ટ થયા. હવે ફિયાન્સે પ્રાઇવેટ પાર્ટને સહેજ ટચ પણ કરે તો પણ હું તરત જ વેટ થઈ જાઉં છું અને મારું એક્સાઇટમેન્ટ હાઇ નોટ પર પહોંચી જાય છે, જેને લીધે પછી હું તેને રિસ્પોન્ડ નથી કરતી. તેને એ વાત સમજાઈ પણ જાય છે. મને ડર છે કે આ કન્ટિન્યુ રહેશે તો મૅરેજ પછી અમારી પર્સનલ લાઇફમાં પ્રૉબ્લેમ આવી શકે છે. પ્લીઝ, સજેશન આપો કે મારે શું કરવું? વિલે પાર્લે

તમારે મનમાં કોઈ જાતનો ડર રાખવાની જરૂર નથી. આ એક સહજ પ્રક્રિયા છે જે મોટા ભાગની તમારી એજની વ્યક્તિને થતી હોઈ શકે છે. જોકે એ કહેવા કે સ્વીકારવાની ક્ષમતા ઓછા લોકોમાં હોય છે. તમે જેને તકલીફ કહો છો એ પુરુષોમાં પણ હોય છે. એને શીઘ્રપતન એટલે કે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન કહેવામાં આવે છે. વધારે પડતા એક્સાઇટમેન્ટને લીધે આવું બનતું હોય છે. મૅરેજ પછી કે અત્યારના સમયમાં જો તમારે તમારી જાત પર થોડો કન્ટ્રોલ કરતાં શીખવું પડશે. તમારો ફિયાન્સે શરૂઆત કરે અને તમે જેવા એક્સાઇટમેન્ટ લેવલ પર પહોંચવાના શરૂ થાઓ કે તરત જ તમારે થોડા સમય માટે બીજી પ્રક્રિયા શરૂ કરી દેવાની અને કાં તો તમારા મનમાં સેક્સને બદલે બીજા વિચારોનો આરંભ કરી દેવાનો. આ એક એવી પ્રૅક્ટિસ છે જે સમય જતાં તમને માસ્ટરી આપી દેશે.

તમારે સેક્સના ઑર્ગેઝમ પર પહોંચવાનું નથી. લોકો લાંબો સમય સેક્સ-સાઇકલ ચલાવવા માટે આવું કરતા હોય છે. તમારે પણ એ જ કરવાનું છે. બને તો તમે તમારા ફિયાન્સે સાથે વાત કરો અને તમારો આ પ્રશ્ન જણાવીને તેને ઉપાય પણ સમજાવો. શક્ય છે કે તે તમને તમારી આ સાઇકલ લંબાવવામાં મદદ કરે. સેક્સ રિલેશનશિપ જેટલી ટ્રાન્સપરન્સીથી આગળ વધશે એટલો એનો આનંદ વધુ આવશે.

columnists sex and relationships life and style health tips