પિરિયડ‍્સ સમયે રડવાનું બહુ મન થાય છે, પહેલાં એવું નહોતું થતું

28 September, 2022 02:15 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઘર અને ઑફિસ બન્નેનું કામ કરતી સ્ત્રીઓએ જાત માટે સમય કાઢવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૪૮ વર્ષની વર્કિંગ વુમન છું. છેલ્લા કેટલાક સમયથી મને માસિક શરૂ થતાં પહેલેથી જ સ્તનમાં ખૂબ દુખાવો થાય. પેટ ભારે અને ફૂલી ગયું હોય એવું લાગે. વાત-વાતમાં ખિજાઈ જવાય. ક્યારેક તો વગર કારણે રડી પડાય. પિરિયડ્સ પછી બધું રાબેતા મુજબ થઈ જાય. હમણાંથી તો મને સેક્સ દરમ્યાન પણ બહુ આનંદ નથી આવતો. ઇચ્છા પણ નથી થતી. હસબન્ડને લાગે છે કે કામને કારણે ઓછો રસ પડે છે, પણ હકીકતમાં એવું નથી. માસિકની આસપાસ જ બધી ગરબડ થાય છે. : બોરીવલી

આજકાલ વર્કિંગ વુમનમાં આ સમસ્યા કૉમન સ્તરે જોવા મળે છે, જેને કામ કરવા સાથે કોઈ સંબંધ નથી, પરંતુ સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ વચ્ચે હૉર્મોન્સના અસંતુલનની અસર વધુ આકરી દેખાય છે. પિરિયડ્સ પહેલાંની આ સમસ્યાને મેડિકલ સાયન્સ પીએમએસ તરીકે જુએ છે, એને લીધે મૂડસ્વિંગ્સમાં બહુ મોટા ચડાવ-ઉતાર જોવા મળે છે. ઘર અને ઑફિસ બન્નેનું કામ કરતી સ્ત્રીઓએ જાત માટે સમય કાઢવો જરૂરી છે. યોગ્ય આહાર, ઊંઘ અને કસરત એ ત્રણ ચીજોનું સંતુલન જાળવો. પિરિયડ્સના આગલા દિવસોમાં જો તમે રિફાઇન્ડ ફ્લોર, શુગર વગેરે બંધ કરીને ફળ અને શાકભાજીયુક્ત ખોરાક લેવા માંડશો તો ઘણે અંશે આ મૂડસ્વિંગ્સમાં હળવાશ અનુભવાશે.

એમ છતાં પણ જો રોજિંદા જીવનમાં તકલીફ પડતી હોય તો ગાયનેક હોવાની સાથે હૉર્મોનના પણ જાણકાર હોય એવા ડૉક્ટરને મળીને તપાસ કરાવી લેવી જોઈએ. મેનોપૉઝ આસપાસ આ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે.

૪૦ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ પોતાના હસબન્ડને સમજાવવા જોઈએ કે તે સમાગમ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય ગાળે, કારણ કે ચાલીસ પછી યોનિમાર્ગમાં ચીકણાહટ પેદા થતાં સમય લાગે છે. તમારા પતિને પણ તમે આ વાત સમજાવો અને સાથોસાથ પીએમએસ વખતની પીડા વિશે પણ કહો, જેથી ખોટી ગેરસમજ ઊભી ન થાય અને લગ્નજીવનની ઉષ્મા અકબંધ રહે.

પિરિયડની ડેટ્સની પહેલાંના વીક દરમ્યાન સેક્સ-લાઇફ ઍક્ટિવ રહે તો પણ પીએમએસ સમયે મૂડસ્વિંગ્સની માત્રામાં ઘટાડો થતો જોવા મળ્યો છે એટલે તમે એ પણ ટ્રાય કરી શકો છો.

columnists sex and relationships life and style health tips