20 December, 2022 04:40 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૩૧ વર્ષની છે. ત્રણેક વર્ષ પહેલાં મારાં મૅરેજ થયાં છે. મને છેલ્લા દોઢ વર્ષથી વાઇટ ડિસ્ચાર્જની તકલીફ રહે છે. પહેલાં તો મહિનામાં અમુક દિવસો દરમ્યાન જ મને ડિસ્ચાર્જ થતો, પણ હમણાંથી સતત તકલીફ રહે છે. મેં સાત દિવસ સુધી વજાઇનામાં મૂકવાની ટૅબ્લેટ વાપરેલી. એનાથી એક મહિના સુધી સારું રહ્યું, પણ ફરીથી ધીમે-ધીમે કરીને વાઇટ ડિસ્ચાર્જ શરૂ થઈ ગયો. મેં જોયું છે કે ઇન્ટિમેટ રિલેશન પછીના થોડા જ દિવસમાં સફેદ પાણીની સમસ્યા વધી જાય છે. હું ઍન્ટિ-ફંગલ પાઉડર અને ક્રીમ બન્નેનો વારંવાર ઉપયોગ કરી ચૂકી છું, પણ ખાસ રાહત નથી મળતી. બે મહિના પહેલાં ગોળી મૂકેલી તો હવે એ ફરીથી વાપરવામાં કોઈ પ્રૉબ્લેમ થાય? આ દરમ્યાન ઓરલ સેક્સમાં વાંધો આવે? ગોરેગામ
મહિનાના અમુક દિવસોમાં વજાઇનામાંથી વાઇટ ડિસ્ચાર્જ થવાનું પ્રમાણ વધારે હોય એવું બની શકે છે; પણ જો સતત ડિસ્ચાર્જ થતો હોય અને મોટી માત્રામાં થતો હોય, એ ભાગમાં ખંજવાળ આવ્યા કરતી હોય તો એ બાબતમાં જરૂર સિરિયસ થવું જોઈએ, જેના માટે સૌથી પહેલાં તો એ ભાગની એકદમ વ્યવસ્થિત સફાઈ રાખવી જરૂરી છે. આજકાલ માર્કેટમાં વજાઇનલ વૉશ માટેનું લિક્વિડ મળે છે. રોજ દિવસમાં બે વાર એ ભાગને એ વૉશ લિક્વિડથી સાફ કરવાનું શરૂ કરી દેશો.
બીજું, જો તમને દરેક વખતે સમાગમ કર્યા પછી વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા વધતી હોય તો બની શકે કે તમારું ઇન્ફેક્શન હસબન્ડને પણ લાગ્યું હોય.
આ પણ વાંચો : ડિસ્ચાર્જ પછી વાઇફ લગભગ બેભાન જેવી થઈ જાય છે
તમને ખાસ્સા મહિનાઓથી આ સમસ્યા સતાવે છે અને વારંવાર થયા કરે છે એટલે તમારે જાતે અખતરા કરવાને બદલે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. બની શકે કે આ માત્ર ફંગલ ઇન્ફેક્શન ન હોય, ડૉક્ટર વજાઇનલ ફ્લુઇડની તપાસ કરાવી એ શાનું ઇન્ફેક્શન છે એનું નિદાન કરશે અને એ જે રિપોર્ટ આવશે એના આધારે સારવાર કરશે. બની શકે કે તમારે અને તમારા હસબન્ડ બન્નેએ એની સારવાર માટેની દવાઓ લેવી પડી શકે છે. સારવાર પૂરી થયા પછી રેગ્યુલેર ક્લીનિંગની હૅબિટ કેળવશો તો વાંધો નહીં આવે. એક ખાસ વાત, જ્યાં સુધી આ પ્રૉબ્લેમ દૂર ન થાય ત્યાં સુધી ઓરલ સેક્સ જેવી કોઈ પ્રક્રિયા બિલકુલ કરવી નહીં.