વસ્તુ એક, કામ અનેક

06 August, 2021 02:55 PM IST  |  Mumbai | Harsh Desai

સોશ્યલ મીડિયાની મદદથી ઘણાં કામ કરી શકાય છે, પૈસા કમાવવાથી લઈને ફેમસ થવાથી લઈને લોકોને ગેરરસ્તે દોરવામાં પણ એનો ઉપયોગ થાય છે જે વિશે કેટલીક માહિતી જોઈએ

વસ્તુ એક, કામ અનેક

સોશ્યલ મીડિયા એક એવી વસ્તુ છે જેના પર રાતોરાત ફેમસ થઈ શકાય છે, રાતોરાત ટ્રોલ થઈ શકો છો અને રાતોરાત પૈસાદાર પણ બની શકો છો. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો અને શા માટે કરવો એના પર બધું છે. આથી આ માટે સોશ્યલ મીડિયા પર શું-શું નવું આવી રહ્યું છે એ વિશે જોઈએ.
મહિને ૭.૪૨ લાખ કમાઈ શકો છો  |  યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રીએટર્સને વિડિયો બનાવવા માટે પૈસા મળે છે. યુટ્યૂબ પર હવે યુટ્યુબ શૉર્ટ્સ પણ આવી ગયું છે. આ નાનકડા વિડિયો માટે હવે ક્રીએટર્સને પૈસા ચૂકવવામાં આવશે. જોકે આ માટે ગુગલ દ્વારા એક લિમિટ નક્કી કરવામાં આવી છે. હવે કન્ટેન્ટ ક્રીએટર્સને વધુમાં વધુ એક મહિને દસ હજાર ડૉલર્સ એટલેકે ૭.૪૨ લાખ રૂપિયા જ ચૂકવવામાં આવશે. ટિકટૉકને ટક્કર આપવા માટે યુટ્યુબ દ્વારા શૉર્ટ્સ શરૂ કરવામાં આવ્યું છે અને એથી જ હવે કન્ટેન્ટ ક્રીએટર્સને પણ પૈસા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે યુટ્યુબે ૨૦૨૧-’૨૨ માટે સો મિલ્યન ડૉલરનું ફન્ડ પણ ફાળવ્યું છે.
ન્યુઝ એજન્સી સાથે ટ્વિટરનું કોલૅબરેશન  |  ટ્વિટરે પહેલી વાર ખોટી માહિતી અટકાવવા માટે ન્યુઝ એજન્સી એટલે કે રૉઇટર્સ અને અસોસિએટ પ્રેસ સાથે કોલૅબરેશન કર્યું છે. ઇન્ડિયામાં હાલમાં નવા નિમયો આવ્યા છે અને ખોટા સમાચારો ફેલાવવામાં આવે છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે ટ્વિટરે પોતાની રીતે આ સમાચારોને દુનિયાભરમાં અટકાવવા માટે રૉઇટર્સ અને અસોસિએટ પ્રેસ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. ટ્વિટર આવું પહેલી વાર કરવા જઈ રહ્યું છે. ટ્વિટરનું લક્ષ્ય છે કે તેમના પ્લૅટફૉર્મ પર જે દેખાડવામાં આવે એ ક્રેડિબલ હોય અને દરેક વસ્તુને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવે. આ સાથે જ ઇલેક્શન દરમ્યાન દરમ્યાન ખોટી માહિતી ફેલાવવામાં ન આવે એની પણ તેઓ દેખરેખ રાખશે જેથી કોઈ એનો ફાયદો ન ઉઠાવી શકે. આ તમામ ન્યુઝના ફૅક્ટ ચેક કરવા માટે તેઓ હવે રૉઇટર્સ અને અસોસિએટ પ્રેસની મદદ લેશે. આ સેવા હાલપૂરતી ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે. જોકે ટ્વિટર એને દુનિયાભરની વિવિધ ભાષાઓમાં પણ ફૅક્ટ ચેક કરવાનો ટાર્ગેટ બનાવી રહી છે.
વૉટ્સઍપની ચેતવણી  |  વૉટ્સઍપ દ્વારા એના યુઝર્સને ફોટો શૅર કરતી વખતે ખાસ ધ્યાન રાખવા માટેની ચેતવણી આપવામાં આવી છે. વૉટ્સઍપએ હાલમાં જ વ્યુ વન્સ ઑપ્શન ફોટો અને વિડિયો માટે જાહેર કર્યું છે. આ ફીચરનો ઉપયોગ ટીનેજર અને યુવાનોમાં ખૂબ કરવામાં આવી રહ્યો છે. સેક્સી અથવા તો ન્યુડ ફોટો માટે આ ફીચરનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી વૉટ્સઍપ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે એવા ફોટો ફક્ત તમારા વિશ્વાસુ વ્યક્તિને જ ફૉર્વર્ડ કરવા, કારણ કે એના સ્ક્રીનશૉટ લઈ શકવું સહેલું છે.  તેમ જ અન્ય મોબાઇલ દ્વારા રેકૉર્ડિંગ કરવું પણ શક્ય છે જેથી પ્રાઇવસીને વધુ મહત્ત્વ આપવા માટે વૉટ્સઍપ એ વિનંતી કરી છે. તેમ જ તમે એક વાર આ ફોટો મોકલી આપ્યો તો એ સામેવાળી વ્યક્તિ ૧૪ દિવસ સુધીમાં ગમે ત્યારે ઓપન કરી શકે છે અને ત્યાર બાદ એ ડિલીટ થાય છે. 

 વૉટ્સઍપનું વ્યુ વન્સ ફીચર સેક્સી અને ન્યુડ ફોટો માટે વધુ વપરાઈ રહ્યું છે. 

columnists harsh desai technology news tech news