વિન્ડોઝ અકાઉન્ટ વગર સેટઅપ કેવી રીતે કરશો?

01 March, 2024 07:37 AM IST  |  Mumbai | Harsh Desai

માઇક્રોસૉફ્ટની લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમમાં હવે અકાઉન્ટને લાઇન ઇન કરવાનો ઑપ્શન આવી ગયો છે.

વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ

ઍપલના આઇફોન અથવા તો મૅકબુક દરેકમાં એને સ્ટાર્ટ કરવા માટે અકાઉન્ટ ઍડ કરવું પડતું હતું. જોકે સમયની સાથે એમાં બદલાવ કરવામાં આવ્યો હતો અને એને હવે અકાઉન્ટ ઍડ કર્યા વગર પણ ઍક્સેસ કરી શકાય છે. જોકે સમયની સાથે બીજા કોઈમાં બદલાવ આવ્યો હોય તો એ વિન્ડોઝ છે. વિન્ડોઝમાં પહેલાં ઑપરેટિંગ સિસ્ટમ અપલોડ કરતાં પહેલાં અથવા તો નવા લૅપટૉપને સેટઅપ કરતી વખતે અકાઉન્ટ નહોતા માગતા. જોકે હવે વિન્ડોઝમાં એ ઑપ્શન મૅન્ડેટરી બની ગયું છે. હાલમાં જ ઇલૉન મસ્ક દ્વારા એક્સ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં ઇલૉન મસ્કે કહ્યું કે ‘મેં હાલમાં જ એક નવું લૅપટૉપ ખરીદ્યું છે અને હું જ્યાં સુધી માઇક્રોસૉફ્ટનું અકાઉન્ટ નહીં બનાવું ત્યાં સુધી હું એનો ઉપયોગ કરી શકું એમ નથી. જો હું અકાઉન્ટ બનાવું તો એનો મતલબ એ થયો કે હું તેમના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને મારા કમ્પ્યુટરની માહિતી આપી દઉં. આ ખરેખર ચિંતાજનક વિષય છે. એક એવો ઑપ્શન હોવો જોઈએ જેમાં ક્રીએટ માઇક્રોસૉફ્ટ અકાઉન્ટ  અથવા તો સાઇન-ઇનને સ્કિપ કરી શકાય.’

કેમ માઇક્રોસૉફ્ટ અકાઉન્ટ ઍડ કરવા કહે છે?
માઇક્રોસૉફ્ટની લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમમાં હવે અકાઉન્ટને લાઇન ઇન કરવાનો ઑપ્શન આવી ગયો છે. ઇન્સ્ટૉલ કરતી વખતે અથવા તો નવું લૅપટૉપ સેટઅપ કરતી વખતે એ પૂછવામાં આવે છે. આ પૂછવા માટેનું કારણ માઇક્રોસૉફ્ટની દરેક ઍપ્લિકેશનને એકસાથે ઉપયોગ કરી શકાય એ છે. એક ઍપ્લિકેશનને બીજી ઍપ્લિકેશન સાથે કનેક્ટ કરવા માટે એ જરૂરી છે. તેમ જ સાઇન-ઇન કરવામાં આવે તો એ પર્સનલાઇઝ ઉપયોગ કરી શકાય છે. પર્સનલ કમ્યુટરનો ઉપયોગ કરતી વખતે આ સાઇન-ઇન એટલું જરૂરી નથી જેટલું એને કોઈ કૉર્પોરેટ ફર્મમાં કરવામાં આવે. એ સમયે એક યુઝર અન્ય યુઝરના ડેટા ઍક્સેસ કરી શકે છે અને સર્વરનો પણ ઉપયોગ કરી શકે છે.

કેવી રીતે આ અકાઉન્ટને સ્કિપ કરશો?
નવી ઑપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરતી વખતે અથવા તો નવું લૅપટૉપ સેટઅપ કરતી વખતે આ અકાઉન્ટ પૂછવામાં આવે છે. જોકે ઘણી વ્યક્તિને એમાં પ્રૉબ્લેમ આવી શકે છે, પરંતુ એને બાયપાસ કરવાનો એક સરળ ઑપ્શન છે. જો રીઇન્સ્ટૉલ કરવામાં આવી રહ્યું હોય અને એ માટે ફ્લૅશ ડ્રાઇવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો સૌથી પહેલાં બૅકઅપ લઈ લેવું જરૂરી છે, કારણ કે ઑપરેટિંગ સિસ્ટમને જે ડ્રાઇવમાં ઇન્સ્ટૉલ કરવામાં આવી રહ્યું છે એ ફૉર્મેટ થશે. ત્યાર બાદ લૅન્ગ્વેજ અને ટાઇમ ફોર્મેટ પૂછવામાં આવશે. એ સિલેક્ટ કર્યા બાદ ઇન્સ્ટૉલનો ઑપ્શન આવશે. એ સિલેક્ટ કર્યા બાદ કસ્ટમ ઇન્સ્ટૉલ કરવું. જો પ્રોડક્ટ કી હોય તો ઍડ કરવી અથવા તો આઇ ડોન્ટ હૅવ પ્રોડક્ટ કીને પસંદ કરવું. ત્યાર બાદ ઇન્સ્ટૉલ કરવું. ઇન્સ્ટૉલ થયા બાદ સેટઅપ માટેની વિન્ડો ઓપન થશે. આ વિન્ડો નવા લૅપટૉપ માટે પણ સેમ હશે અને રીઇન્સ્ટૉલ કરવા માટે પણ. આ વિન્ડોની પ્રોસેસ આગળ વધારતાં પહેલાં Shift+F10 દબાવવું. આથી કમાન્ડ પ્રૉમ્પ્ટ્લી ઓપન થશે. એમાં સિસ્ટમ32ની બાજુમાં \OObe\bypassnro ટાઇપ કરવું અને ત્યાર બાદ એન્ટર કરવું. આટલું કરતાં લૅપટૉપ એક વાર રીસ્ટાર્ટ થશે. એ કર્યા બાદ ફરી એ કમાન્ડ વિન્ડોમાં સિસ્ટમ32ની બાજુમાં /ipconfig/release કરવું. ત્યાર બાદ કમાન્ડમાં Exit લખીને એન્ટર કરવું જેથી કમાન્ડની વિન્ડો બંધ થઈ જશે. ત્યાર બાદ જે પ્રોસેસ આવે છે એ મુજબ નેક્સ્ટ કરતાં જવું અને ઇન્ટરનેટ માટે પૂછવામાં આવતી વિન્ડો પર આઇ ડૂ નૉટ હૅવ ઇન્ટરનેટ ઑપ્શનને પસંદ કરવો. આ પસંદ કરતાંની સાથે જ સેટઅપ પ્રોસેસ આગળ વધશે અને અકાઉન્ટ ઍડ કર્યા વગર કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકશો.

જોકે આ પ્રોસેસને કારણે વિન્ડોઝની ઑપરેટિંગ સિસ્ટમ એની ફુલ કૅપેસિટીમાં કામ નથી કરતી. એટલે કે એક ઍપ્લિકેશન બીજી ઍપ્લિકેશન સાથે સિન્ક્રોનાઇઝ નહીં થાય. આથી જો એ સુવિધાનો ઉપયોગ કરવો હોય તો અકાઉન્ટ ઍડ કરવું જરૂરી છે.

 
આ પ્રોસેસને કારણે વિન્ડોઝની ઑપરેટિંગ સિસ્ટમ એની ફુલ કૅપેસિટીમાં કામ નથી કરતી. 

technology news harsh desai columnists life and style