નજીકમાં વૅક્સિનેશન સેન્ટર ક્યાં છે એ જાણો વૉટ્સઍપથી

07 May, 2021 03:47 PM IST  |  Mumbai | Harsh Desai

આ ઑપ્શનમાં કોવિડ વૅક્સિનેશન સેન્ટર, કોરોનાવાઇરસની લેટેસ્ટ અપડેટ્સ, પ્રોફેશનલ ઍડ્વાઇઝ અને ઇમ્યુનિટી કેવી રીતે વધારવી, સક્સેસ સ્ટોરીઝ, સાચા ન્યુઝ, કોરોનાવાઇરસ શું છે અને એનાં લક્ષણો શું છે અને ક્યાંથી મદદ મેળવવી જેવી માહિતી મેળવી શકાશે.

નજીકમાં વૅક્સિનેશન સેન્ટર ક્યાં છે એ જાણો વૉટ્સઍપથી

વૅક્સિન માટે લાંબી લાઇનો અને ક્રાઉડ જોખમી થઈ રહ્યા છે ત્યારે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી લેવો ડહાપણનું કામ છે. કોરોનાની બીજી વેવમાં ઇન્ડિયામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે 
અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. આ સમયે વૅક્સિનેશન દ્વારા એના પર કાબૂ મેળવી શકાય એવું લાગી રહ્યું છે. આ વૅક્સિનેશન માટે પણ આજે ઇન્ટરનેટ અને ટેક્નૉલૉજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. હવે વૉટ્સઍપ યુઝર્સ ઘેરબેઠાં તેમના મોબાઇલ પર એટલે કે વૉટ્સઍપ દ્વારા તેમની આસપાસના કયા બૂથ પર વૅક્સિન ઉપલબ્ધ છે એ જાણી શકશે. આ માટે સરાકરે કોવિન પ્લૅટફૉર્મ શરૂ કર્યું છે જેના પર રજિસ્ટ્રેશન કરીને અપૉઇન્ટમેન્ટ બુક કરી શકાય છે.
ઇન્ડિયામાં હાલમાં વૅક્સિનેશનનો થર્ડ ફેઝ ચાલી રહ્યો છે. પહેલા ફેઝમાં સિનિયર સિટિઝન્સને વૅક્સિન આપવામાં આવી હતી. બીજા ફેઝમાં ૪૫ વર્ષ સુધીનાને વૅક્સિન આપવામાં આવી હતી. હવે ત્રીજા ફેઝમાં અઢાર વર્ષથી ઉપરના બધાને વૅક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે વૅક્સિનની હાલમાં અછત છે અને એથી ઘણી વાર વૅક્સિન સેન્ટર પર ખોટો આંટો પડે છે. આથી યુઝર્સ હવે વૉટ્સઍપ દ્વારા કયા સેન્ટર પર કેટલાં વર્ષ સુધીનાને વૅક્સિન અપવામાં આવી રહી છે જેવી માહિતી મેળવી શકશે. 
સાત સ્ટેપમાં જાણો કઈ રીતે વૉટ્સઍપ પર વૅક્સિનની માહિતી મેળવવી. 
 આ માટે સૌથી પહેલાં +919013151515 નંબર મોબાઇલમાં સેવ કરો.
 નંબર સેવ કર્યા બાદ એના પર hi અથવા તો Namaste કરો. 
 આટલું કર્યા બાદ તમને ઘણાબધા ઑપ્શન આપવામાં આવશે. આ ઑપ્શનમાં કોવિડ વૅક્સિનેશન સેન્ટર, કોરોનાવાઇરસની લેટેસ્ટ અપડેટ્સ, પ્રોફેશનલ ઍડ્વાઇઝ અને ઇમ્યુનિટી કેવી રીતે વધારવી, સક્સેસ સ્ટોરીઝ, સાચા ન્યુઝ, કોરોનાવાઇરસ શું છે અને એનાં લક્ષણો શું છે અને ક્યાંથી મદદ મેળવવી જેવી માહિતી મેળવી શકાશે.
 વૅક્સિન માટે એક દબાવવું. 
 ત્યાર બાદ ફરી બે ઑપ્શન આવશે જેમાં વૅક્સિન માટે ફરી એક દબાવવું. 
 ત્યાર બાદ તમારા એરિયાનો પિનકોડ નાખવો.
 જો કોઈ સ્લૉટ ઉપલબ્ધ હશે તો એ તમને દેખાડવામાં આવશે. આ સાથે જ કેટલી ઉંમરની વ્યક્તિને કયા સેન્ટર પર વૅક્સિન આપવામાં આવશે એની પણ માહિતી આપવામાં આવશે. જો ન હોય તો અન્ય કોઈ પિનકોડ પર પણ તમે કોશિશ કરી શકો છો. આ સ્લૉટની સાથે તમને રજિસ્ટ્રેશન માટેની લિન્ક પણ શૅર કરવામાં આવશે. એના પર ક્લિક કરવાથી સીધું રજિસ્ટ્રેશન કરવા માટે તમે ડેટા નાખી શકો છો.
નોંધઃ આ તમામ માહિતી અંગ્રેજીમાં આવશે અને જો તમને એ હિન્દીમાં જોઈતી હોય તો તમારે હિન્દીમાં ‘હેલો’ લખવાનું રહેશે.

tech news technology news columnists harsh desai