Facebook, Whats App અને ક્લાઉડ એકાઉન્ટની જાસૂસી કરી શકે છે આ ટૂલ

22 July, 2019 12:50 PM IST  | 

Facebook, Whats App અને ક્લાઉડ એકાઉન્ટની જાસૂસી કરી શકે છે આ ટૂલ

પ્રતીકાત્મક તસવીર

Facebook, Whats App અને ક્લાઉડ એકાઉન્ટની જાસૂસી કરી શકે છે આ ટૂલઈઝરાયલની એક સોફ્ટવેર કંપનીએ એક સ્પાયવેર ડિઝાઈન કર્યો છે જે ફેસબુક, ગૂગલ ડ્રાઈવ અને icloud માં રહેલો ડેટા એક્સેસ કરી શકશે. ઈઝરાયલની આ સોફ્ટવેર કંપની ખાસ સ્પાયવેર ડિઝાઈન કરવા માટે જાણીતી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર કંપનીનું આ ટૂલ કોઈ પણ યૂઝરના ક્લાઉડ બેઝ્ડ એકાઉન્ટ એક્સેસ કરવાની ક્ષમતા રાખે છે.

NSO ગ્રુપે Pegasus નામનું આ ટૂલ એ રીતે ડિઝાઈન કર્યું છે જે યૂઝર્સના ગૂગલ ડ્રાઈવ કે icloudના ડેટાના ઓથોન્ટિકેશનને કોપી કરીને એક્સેસ કરી શકે છે. એટલું જ નહી આ ટૂલ ફેસબુક, વોટ્સએપ પણ એક્સેસ કરી શકે છે. જો તમારો ફોન સ્પાયવેર સાથે એકવાર કનેક્ટ થઈ ગયો તો તમારી ફોનની તમામ માહિતી, ક્લાઉડ એકાઉન્ટ પરથી તમામ હિસ્ટ્રી ડાઉનલોડ કરી લેશે. તમે આજસુધી જે સર્ચ કર્યું હોય તેને પણ આ ટૂલથી એક્સેસ કરી શકાશે.

આ પણ વાંચો: TikTok સેન્સેશન છે 'વિરાટ કોહલી', 4 મિલિયનથી વધુ છે ફોલોઅર્સ

આ Pegasus નામનું સ્પાયવેર એટલુ ખતરનાક છે જે ઓથેન્ટિકેશન અનવેલિડ થવા છતા તે યૂઝર એકાઉન્ટ્સને એક્સેસ કરતું રહેશે. બીજી કંપનીઓના ફાયરવોલની કમીના કારણે આ કંપનીને ફાયદો થઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ કંપની આ રીતના સોફ્ટવેર એજન્સીઓ માટે તૈયાર કરતી હોય છે જેમાં સરકારી એજન્સીઓ પણ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષની શરૂઆતમાં યુગાન્ડા માટે કંપનીએ એક પેપર તૈયાર કર્યા હતા જેમાં Pegasusનો ઉલ્લેખ હતો. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલની આ જ કંપનીએ કેટલાક સમય પહેલા વોટ્સએપ પર સ્પાય કરવા માટે એક ટૂલ બનાવ્યું હતું. આ સોફ્ટવેરની ખાસ વાત એ છે કે, એન્ડ્રોઈડ અને iphone પર પ કામ કરે છે.

tech news gujarati mid-day