Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > TikTok સેન્સેશન છે 'વિરાટ કોહલી', 4 મિલિયનથી વધુ છે ફોલોઅર્સ

TikTok સેન્સેશન છે 'વિરાટ કોહલી', 4 મિલિયનથી વધુ છે ફોલોઅર્સ

22 July, 2019 02:01 PM IST | મુંબઈ

TikTok સેન્સેશન છે 'વિરાટ કોહલી', 4 મિલિયનથી વધુ છે ફોલોઅર્સ

TikTok સેન્સેશન છે 'વિરાટ કોહલી'

TikTok સેન્સેશન છે 'વિરાટ કોહલી'


રમતનું મેદાન હોય કે ટીક ટોક જેવું વીડિયો પ્લેટફોર્મ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ધૂમ ચારે તરફ છે. આજકાલ વીડિયો અપલોડિંગ સોશિયલ મીડિયા એપ ટિકટોક પર વિરાટ કોહલી જેવા દેખાતા શખ્સ ગૌરવ અરોરા ચર્ચામાં છે. ટિકટોક પર વિરાટ કોહલી જેવા દેખાતા ગૌરવને 40 લાખથી વધુ ફોલોઅર્સ છે. ગૌરવના વીડિયોઝને સાડા ત્રણ કરોડથી વધારે લાઈક મળી ચુક્યા છે.

KO



ટીકટોક જેવી લોકપ્રિય વીડિયો મેકિંગ એપ પર ગૌરવ અરોરાને લોકો એટલા માટે ફૉલો કરે છે કારણ કે તેમનો ચહેરો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે મળે છે, એટલું જ નહીં ગૌરવે પોતાનો લૂક અને હેર સ્ટાઈલ કોહલી જેવો જ રાખ્યો છે. અને તેઓ ટીમ ઈન્ડિયાની જર્સીમાં વીડિયો બનાવતા રહે છે.


આ પણ જુઓઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

ટીકટોકના હાલ ભારતમાં 20 મિલિયનથી વધુ યુઝર્સ છે. તેના પર થોડા મહિનાઓ પહેલા મદ્રાસ હાઈકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો હતો. જેનું કહેવું હતું કે ટીકટોકના કારણે યુવાનો પર ખરાબ અસર પડી રહી છે. ટીકટોકની સામે એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટીકટોક પર શેર કરવામાં આવતું કન્ટેન્ટ આપત્તિજનક છે. જો કે બાદમાં આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 02:01 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK