તમારી નાક નીચેથી ડેટા ચોરી કરી રહી છે આ એપ્સ

09 July, 2019 07:51 PM IST  | 

તમારી નાક નીચેથી ડેટા ચોરી કરી રહી છે આ એપ્સ

પ્રતીકાત્મક તસવીર

જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે તો એવુ ઘણી વાર થાય છે કે, એપ્લિકેશન તમારા ડેટા માટે પરમિશન માગતું હોય. આ પરમિશન એટલા માટે માગવામાં આવે છે જેના કારણે એપ્લિકેશન તમારા ડેટા એક્સેસ કરી શકે. રિસર્ચના એક ગ્રુપે રિવીલ કર્યું છે કે,ડેટા પરમિશન ના મળે તેમ છતા પણ એવી કેટલીક એપ્લિકેશન છે જે યુઝર્સની લોકેશન અને કેટલીક માહિતીઓને એક્સેસ કરી શકે છે.

એન્ડ્રોઈડ ડેટા પરમિશન ડેવલપર્સને એ ડેટા એક્સેસ કરવાથી રોકી શકે છે જેની માટે યૂઝર્સ દ્વારા પરમિશન માગવામાં આવે. આમતો CNETની રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેશનલ કોમ્પ્યુટર સાયન્સ ઈન્સ્ટીટ્યૂટની એક રિસર્ચ ટીમે કહ્યું હતું કે 1325 એપ્સ પણ એવી છે જેને આ પ્રતિબંધ લાગુ પડતો નથી. આ જાણકારી અનુસાર 88,000 એપ્સને સ્ટડી કર્યા પછી ટ્રેક કરવામાં આવ્યું છે કે આ એવી એપ્સ છે જેને ડેટા એક્સેસની જરૂર પડતી નથી. એટલે કે પરમિશન માગ્યા વગર તમારા પર્સનલ ડેટાને એક્સેસ કરી શકાય છે.'

આ પણ વાંચો:કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

રિસર્ચ્સ અનુસાર, કેટલાત ફ્લેગ્ડ એપ્સ યૂઝર્સને ટ્રેક કરવા માટે તેમના ફોટો મેટાડાટા, Geo લોકેશનનો ઉપયોગ કરે છે. પોપ્યુલર ફોટો એડિટિંગ એપ આ રીતની ટેકનિકનો ઉપયોગ કરતી જોવા મળી છે. ફોટોસથી જીપીએસ યૂઝર કોઓર્ડિનચેસ ને એક્સટ્રેક્ટ કરીને તમારો ડેટા ટ્રાંસમિટ કરી લે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની એપ્સ બનાવતી કંપનીઓએ આ દાવો નકાર્યો છે અને કહ્યું હતું કે, કંપની કોઈ પણ ખોટી રીતે ડેટા કલેક્ટ કરતી નથી.

tech news gujarati mid-day