ઑગસ્ટથી જ દેશમાં શરૂ થઈ જશે 5G સેવાઓ: આ કંપની કરશે શરૂઆત

04 August, 2022 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G યુઝર્સ હશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

દેશમાં આ મહિને 5G સેવા શરૂ થશે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ 5G સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. આ માટે કંપનીએ એરિક્સન, નોકિયા અને સેમસંગ સાથે કરાર કર્યા છે. બીજી તરફ, Jio એ પણ 15 ઑગસ્ટે દેશભરમાં 5G નેટવર્ક સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. 5G લોન્ચ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ વધશે.

એરટેલના MD અને CEO ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે “દેશના ગ્રાહકોને 5G કનેક્ટિવિટીનો સંપૂર્ણ લાભ આપવા માટે કંપની વિશ્વભરના શ્રેષ્ઠ ટેક્નોલોજી ભાગીદારો સાથે કામ કરશે.”

ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે “5G સેવાઓ માટે ટેરિફ ઉદ્યોગ દ્વારા નક્કી કરવામાં આવશે. તેથી આપણે રાહ જોવી પડશે. જ્યારે ઉદ્યોગ નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે ટેરિફને 4Gની સમકક્ષ લાવવામાં આવે તે પહેલાં 5G સેવાઓ શરૂઆતમાં 10-15%ના પ્રીમિયમ પર ઑફર કરવામાં આવશે.

5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G યુઝર્સ હશે

5G ઈન્ટરનેટ સેવાની રજૂઆત સાથે ભારતમાં ઘણું બધું બદલાવાની શક્યતા છે. આનાથી લોકોનું કામ સરળ બનશે એટલું જ નહીં, મનોરંજન અને સંચાર ક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે.

દક્ષિણ કોરિયામાં 5Gની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 432 Mbps છે

વિશ્વમાં 5Gની સરેરાશ ડાઉનલોડ સ્પીડ હાલમાં દક્ષિણ કોરિયામાં સૌથી વધુ છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 432.7 Mbps છે, એટલે કે 2 GBની મૂવી માત્ર 5 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. ફિનલેન્ડ આ પેરામીટરમાં ટોપ-15 દેશોમાં સૌથી નીચે છે. અહીં પણ સરેરાશ ડાઉનલોડ સ્પીડ 237.1 Mbps છે.

life and style tech news technology news india airtel