Jio Fiber Effect: Airtel, BSNL બાદ Hathway પણ મેદાનમાં ઉતર્યું

13 September, 2019 03:46 PM IST  | 

Jio Fiber Effect: Airtel, BSNL બાદ Hathway પણ મેદાનમાં ઉતર્યું

Jio Fiber આવ્યા પછી બ્રોડબેન્ડ સેક્ટરમાં કંપનીએએ તેમનો પ્લાન્સમાં ફેરફાર કરવો પડ્યો છે. આ નવા પ્લાન્સ હવે માર્કેટમાં ઉપલબ્ધ છે. હાલમાં જ Airtelએ Reliance Jioને ટક્કર આપતા 1Gbps પ્લાનની જાહેરાત કરી છે. જો કે એકતરફ જ્યા એરટેલ હાઈ-કોસ્ટ પ્લાન પર ફોકસ કરે છે તેમ અન્ય કંપનીઓ સસ્તા પ્લાન પર વધારે ફોકસ કરી રહી છે. Hathwayએ હાલમાં જ તેના નવા પ્લાનની જાહેરાત કરી છે.

Hathwayએ તેના લેટેસ્ટ પ્લાનમાં રૂપિયા 500ની પ્રાઈસ બેઝ્ડ ટાર્ગેટ કરી રહી છે. આ ટક્કર Jio Fiberની સાથે સાથે BSNLના સસ્તા બ્રોડબેન્ડ પ્લાન પણ હશે. Hathwayના નવા પ્લાનની કિમત રૂપિયા 399 પ્રતિ મહિનો રાખવામાં આવી છે. આ કિમતમાં પ્લાન સારા ડેટાનો બેનિફિટ આપી રહી છે. હાલ આ પ્લાન હૈદરાબાદ સર્કલમાં ઉપલબ્ધ કરાવાશે. કંપની રૂપિયા 399માં અનલિમિટેડ ડેટા સાથે 50Mbpsની સ્પીડ આપી રહી છે. કંપની આ પ્લાનને રહેલા રૂપિયા 499માં ઓફર કરતી હતી પરંતુ હવે કિમતમાં ઘટાડો કરીને રૂપિયા 399 કરવામાં આવ્યો છે. આ પ્લાનને સૌથી પહેલા ટેલિકોમ ટૉકને જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: iphone 11 સિરીઝ ભારતમાં લોન્ચ, આ છે ખાસ ફિચર્સ

Hathway હાલ જાહેર નથી કર્યું કે આ પ્લાન ભારતના અન્ય સકર્લમાં ક્યારે ઉપલબ્ધ કરાવશે. હાથવે લો-એન્ડ સ્પેક્ટ્રમ પર ધ્યાન આપી રહી છે ત્યારે Reliance-jio હાઈ-એન્ડ સ્પેક્ટ્રમ પર ફોકસ કરે છે અને એરટેલ પણ હાઈ-એન્ડ પર ફોકસ કરી રહી છે. Jio ફાઈબરના પ્લાનની શરૂઆત રૂપિયા 699 પ્રતિ મહિનાથી છે. આ પ્લાનમાં ગ્રાહકોને ઓછામાં ઓછી 100 Mbpsની સ્પીડ મળશે અને સબસ્ક્રાઈબર્સને 100GB ડેટા પ્રતિ મહિને મળશે.

tech news gujarati mid-day