Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > iphone 11 સિરીઝ ભારતમાં લોન્ચ, આ છે ખાસ ફિચર્સ

iphone 11 સિરીઝ ભારતમાં લોન્ચ, આ છે ખાસ ફિચર્સ

11 September, 2019 11:48 AM IST |

iphone 11 સિરીઝ ભારતમાં લોન્ચ, આ છે ખાસ ફિચર્સ

iphone 11 સિરીઝ ભારતમાં લોન્ચ, આ છે ખાસ ફિચર્સ


APPLEએ તેના ત્રણ નવા iphone મોડલ iphone 11, iphone 11 pro અને iphone pro max લોન્ચ કર્યા છે . આ ત્રણેય મોડલનું વેચાણ ભારતમાં 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. iphoneના નવા મોડલ માટે 13 સપ્ટેમ્બરથી પ્રિબુકિંગ શરૂ કરવામાં આવશે. કંપનીએ લોન્ચ સાથે ફોનની કિંમતો અને તેના ખાસ ફિચર્સની જાહેરાત કરી છે.

iphone 11 proની કિંમત



iphone 11 pro અને iphone 11 pro maxના ત્રણ વેરિયન્ટ મળશે. 64GB, 256 GB, 512GB. કલર વેરિયન્ટની વાત કરી તો આ ફોન મિડનાઈટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડમાં ખરીદી શકાશે. 64 GB મોડલની કિમત 99,900 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે iPhone 11 Pro Maxની શરૂઆતી કિંમત 1,09,900 રૂપિયા રાખવામાં આવી છે. હાલ 512 GB વેરિયાન્ટની કિંમત જાહેર કરવામાં આવી નથી.


iPhone 11ની કિંમત

iPhone 11 6 કલરના અલગ વેરિયન્ટમાં ઉપલબ્ધ રહેશે. આ મોડલ માટે પણ પ્રિબુકિંગ 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. iPhone 11ની શરૂઆતી કિંમત 64,900 રુપિયા રાખવામાં આવી છે. iPhone 11માં પણ 3 સ્ટોરેજ મોડલ મળશે. બેઝિક મોડલ 64 GB મેમરી સ્પેસ સાથે આવશે. iPhone 11 ગ્રીન, યલ્લો, બ્લેક, પર્પલ, વાઈટ અને રેડ કલરમાં મળી રહેશે.


શું ખાસિયત છે iPhone 11 સિરીઝની?

iPhone 11 Pro, iPhone 11 Pro Maxની ડિસપ્લેની વાત કરીએ તો કંપની Super Retina XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. આ એક રીતની કસ્ટમ મેડ OLED પેનલ છે જે બેસ્ટ HDR અનુભવનો અહેસાસ કરાવે છે. ફોનમાં હેપ્ટિક ટચ ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. Phone 11 Proમાં 5.8 ઈંચની OLED ડિસ્પ્લે આપી છે. iPhone 11 Pro Maxમાં 6.5 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.

કેમેરામાં શું છે ખાસ

iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ત્રણેય કેમેરા 12 મેગાપિક્સલના છે. કેમેરાની મદદથી પોટ્રેડ મોડથી વાઈડ એન્ગર ફ્રેમ પણ સિલેક્ટ કરી શકાશે. ગ્રુપ ફોટોઝમાં પોટ્રેડ મોડ સરળતાથી ઉપયોગ કરી શકાશે. ટેલીફોટો કેમેરા પણ આપવામાં આવ્યો છે જે iPhone Xsના મુકાબલે 40 ટકા વધારે લાઈટ કેપ્ચરની મદદથી વધારે સારા ફોટો અને વીડિયો મેળવી શકાશે. કેમેરામાં નેક્સ્ટ જનરેશન HDR આપવામાં આવ્યું છે જે મશીન લર્નિંગને વાપરતા સબજેક્ટની ઓળખાણ સારી રીતે કરી શકે છે જેના કારણે ફોટોમાં ડિટેલિંગ સારી મળશે.

 

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 11:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK