Amla for Heart: હાર્ટ અટેક અને સ્ટેન્ટથી બચવા માટે આજથી જ કરો આ વસ્તુનું સેવન

03 March, 2023 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુષ્મિતા સેને તાજેતરમાં જ પોસ્ટ દ્વારા પોતાને હાર્ટ અટેક આવ્યો અને તેણે સ્ટેન્ટ મૂકવાવો પડ્યો. જો તમારે હાર્ટ અટેકથી બચવું હોય તો તમારા રોજિંદા આહારમાં આ વસ્તુ સામેલ કરીને હાર્ટ અટેકથી બચી શકો છો.

આમળા

પૂર્વ મિસ યૂનિવર્સ અને બૉલિવૂડ (Bollywood) એક્ટ્રેસ સુષ્મિતા સેને તાજેતરમાં એક પોસ્ટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેણે પિતા સાથેની એક તસવીર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું, "મને થોડાક દિવસ પહેલા હાર્ટ અટેક આવ્યો હતો. જેના પછી ડૉક્ટર્સે એન્જિયોપ્લાસ્ટી કરીને નસોમાં સ્ટેન્ટ નાખ્યો છે." આ સમાચારથી બૉલિવૂડ ફેન્સને ખૂબ જ આંચકો લાગ્યો છે.

સ્ટેન્ટની જરૂર ક્યારે પડે છે? જ્યારે એક કે વધારે નસોમાં કોલેસ્ટ્રૉલ કે કોઈ અન્ય પદાર્થ જામી જાય છે, તો તે બ્લૉક થઈ જાય છે. આને કારણે તે હ્રદય સુધી પહોંચનારી લોહીની માત્રા ઘટી જાય છે અને હાર્ટ અટેક આવે છે. દર્દીઓનો જીવ બચાવવા માટે ત્યારે ડૉક્ટર એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરીને આર્ટરીમાં સ્ટેન્ટ નાખે છે, જે બ્લૉકેજ ખોલીને લોહીના વહેવાનો માર્ગ આપે છે.

એક્ટ્રેસ સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ અટેક
અનેક સ્ટડીમાં એવું જોવા મળ્યું છે કે આમળાના સેવનથી ખરાબ કોલેસ્ટ્રૉલ અને ટ્રાઈગ્લિસરાઈડના લેવલમાં ઘટાડો થાય છે. આ ફૂડથી બ્લૉકેજ થતા અટકાવી શકાય છે અને હાર્ટ અટેકથી પણ બચી શકાય છે. આની સાથે જ આમળા હાય બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.

હ્રદય માટે આમળાનું સેવન આ રીતે કરવું
કાચા આમળાને બદલે આનું જ્યૂસ પીવું વધારે ફાયદાકારક હોય છે. અનેક સ્ટડીમાં જોવામાં આવ્યું છે કે આમળાનો રસ હ્રદયને ખૂબ જ ઝડપથી લાભ આપે છે. આ રીતે પર્યાપ્ત માત્રામાં આમળાનું પોષણ સરળતાથી લઈ શકાય છે.

આમળા જ્યૂસ બનાવવાની રીત
1-2 કપ પાણીની સાથે 2-3 આણળા કાપીને બ્લેન્ડરમાં નાખવા.
આ જ્યૂસને ટેસ્ટી બનાવવા માટે અદરખ, કાળા મરી, મધ અને થોડુંક મીઠું પણ નાખી શકાય છે.
બધી વસ્તુઓ નાખ્યા બાદ આને સરસ રીતે બ્લેન્ડ કરીને જ્યૂસ બનાવી લેવું.
આ મિક્સચરને ગાળીને રસ અલગ કરવો અને તાજું પીવું.

આ પણ વાંચો : સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ અટેક, કોઈને ખબર પણ ન પડી, લખ્યું- સમયસર મદદ...

આમળા ખાવાથી શું મળે?
આ ફળને અંગ્રેજીમાં ઈન્ડિયન ગૂજબેરી પણ કહેવામાં આવે છે. તમે ફક્ત 100 ગ્રામ આમળા ખાઈને 20 સંતરા જેટલું વિટામીન સી મેળવી શકાય છે. આ ન્યૂટ્રિએન્ટ સિવાય, આનું સેવન કરવાથી વિટામીન ઈ, વિટામીન એ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બ્સ, ફાઈબર અને હ્રદય માટે જરૂરી એન્ટીઑક્સીડેન્ટ મળે છે.

bollywood news bollywood bollywood gossips entertainment news sushmita sen health tips