ખતરનાક ડેન્ગ્યૂથી પોતાને બચાવો, ખાસ રાખો આ વાતનું ધ્યાન

11 November, 2019 04:19 PM IST  |  Mumbai

ખતરનાક ડેન્ગ્યૂથી પોતાને બચાવો, ખાસ રાખો આ વાતનું ધ્યાન

ડેન્ગ્યૂથી બચો..

ડેન્ગ્યૂ તાવ ધીમે ધીમે મહામારીનું રૂપ લઈ રહ્યો છે. દુનિયાભરમાં આ તાવ દર વર્ષે લાખો લોકોનો જીવ લઈ રહ્યો છે. પરંતુ તેના વિશે સૌથી ખતરનાક વાત એ છે કે તેની ચપેટમાં બાળકો બહુ જલ્દી આવી જાય છે. ડેંગ્યૂ તાવની ઓળખ તેના લક્ષણોથી કરી શકાય છે. જે નીચે પ્રમાણે છે.
1. એકદમ તાવ આવવો અને ઠંડી લાગવી.
2. બ્લડ પ્રેશર ઓછું થઈ જવું.
3. માંસપેશીઓ, સાંધાઓ, માથા અને આખા શરીરમાં દુઃખાવો થવો
4. નબળાઈ આવવી, ભૂખ ન લાગવી.
5. શરીર પર રેશિસ થવા.
6. ડેન્ગ્યૂ દરમિયાન તાવ 3-4 દિવસ સુધી રહે છે, સાથે પેટમાં દુઃખાવો અને ઉલ્ટી પણ થાય છે.

ડેન્ગ્યૂના મામલામાં મૃત્યુદર લગભગ એક ટકા જેટલો છે. વરસાદના મોસમમાં તે જલ્દી ફેલાય છે. એવામાં જરૂરી છે કે તમે આ મોસમમાં સતર્ક રહો. પોતાના ઘરની આસપાસ પાણી ન એકઠું થવા દો અને સાફ સફાઈનું ધ્યાન રાખો. જો કોઈને પણ ઉપરના લક્ષણો જોવા મળે તો તેની સારવાર કરાવો.

ડેન્ગ્યૂના ચાર પ્રકાર છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિને આ રોગ એક જ વાર થઈ શકે છે. ડેન્ગ્યૂથી બચવાનો સૌથી સરળ ઉપાય છે તમે તેને રોકો. નીચેની બાબતોનું ધ્યાન રાખવાની ડેન્ગ્યૂને સરળતાથી રોકી શકાય છે.

1. આપણા શહેરોમાં વરસાદના મોસમમાં પાણી ભરાઈ જવું સામાન્ય વાત છે. આવા જ પાણીમાં ડેન્ગ્યૂના મચ્છર ઉછરે છે.
2. ડેન્ગ્યૂનો વાયરક એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમિત નથી થઈ શકતો, પરંતુ એક મચ્છર તેનો વાહક બની શકે છે.
3.ડેન્ગ્યૂ એવા લોકોને સરળતાથી પોતાનો શિકાર બનાવે છે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે.
4. ડેન્ગ્યૂના મચ્છર સામાન્ય રીતે દિવસના સમયે કરડે છે. જેથી વિશેષ કાળજી રાખો
5. ઘરમાં સાફ સફાઈ રાખો. મચ્છરથી બચવાના તમામ પ્રયાસો કરો.

ડેન્ગ્યૂ તાવ કોઈ પણ ઉંમરના સ્વસ્થ વ્યક્તિ કે બાળકને આવી શકે છે. જો કેઈને પણ ડેન્ગ્યૂ થાય છે તો ગભરાવવાની જરૂર નથી. ઉપર આપેલી બાબતોનું ધ્યાન રાખવાથી અને સમયસર ડૉક્ટરની સલાહ લેવાથી તેને રોકી શકાય છે.

અમદાવાદમાં ડેન્ગ્યૂના આંકડા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના આંકડા પ્રમાણે 2018માં ડેન્ગ્યુના 3135 કેસ નોંધાયા જ્યારે ચાલુ વર્ષે ચાલુ વર્ષે 31 ઓક્ટોબર સુધી (10 મહિનામાં) 3345 કેસ નોંધાયા. ડેન્ગ્યૂના કેસમાં વધારો થયો છે. જ્યારે મલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો થયો છે. ડેન્ગ્યૂના વધતા જતા કેસને જોતા સપ્ટેમ્બર મહિનામાં AMC એ કંસ્ટ્રક્શન સાઇટોને 2125 નોટિસ ફટકારી છે અને 46 સ્થળોને સીલ કર્યા છે. તો મચ્છરના બ્રીડિંગ મળતા કુલ 84 એકમોને સીલ કરાયા.

health tips surat ahmedabad gujarat