ખોટી રીતે બેસવું મૂકી શકે છે તમને તકલીફમાં, થઈ શકો છો વિકલાંગ

21 July, 2019 09:33 PM IST  | 

ખોટી રીતે બેસવું મૂકી શકે છે તમને તકલીફમાં, થઈ શકો છો વિકલાંગ

આપણે ઓફિસમાં કામકાજ દરમિયાન કે અન્ય કોઇ કામ માટે દિવસ દરમિયાન કલાકોના કલાકો બેસતા હોઈએ છીએ. પણ તમે કઈ રીતે બેસો છો એ ઘણું મહત્વનું છે. ખોટી રીતે બેસવાથી તમારા શરીરને મોટું નુકસાન થઇ શકે છે. ખોટી રીતે બેસવાથી તમે કાયમ માટે વિકલાંગ પણ થઇ શકો છો. આપણે આપના રૂટિન લાઈફમાં બેસવાની સ્ટાઇલ પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે. વ્યસ્ત જીવનશૈલીમાં એવું ભાગ્યે જ બની શકે કે તમે ઉઠવા બેસવા બાબતે કાળજી રાખતા હોય. ખાસ કરીને ઓફિસ સમયમાં કામના કારણે તો આ કાળજી રાખવી ઘણી મુશ્કેલ છે. આજકાલ પીઠ અને કમરના દુ:ખાવાની ફરીયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે.એક સર્વે અનુસાર અંદાજે 20 ટકા કરતા વધારે યુવાનો પીઠ અને કમરના દુખાવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.

જાણકારોના અનુસાર એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી કમરની માંસપેશીઓ અને કરોડરજ્જુ પર ભારે દબાણ આવે છે. જ્યારે વળીને બેસવાથી કરોડરજ્જુના જોઇન્ટ ખરાબ થવાની સંભાવના વધી જાય છે અને હાડકાના સાંધા દુ:ખાવા લાગે છે અને છેવટે ગરદનનો દુ:ખાવો પણ થાય છે. ડોક્ટર્સનું કહેવું છે કે, શરીરને સીધું રાખવા માટે માંસપેશીઓને ઘણી તાકાતની જરૂર પડે છે. આ માટે જરૂરી છે કે ઉઠવા બેસવા માટે કાળજી રાખવામાં આવે.

આ પણ વાંચો: FaceAppને મળ્યો 150 મિલિયન લોકોના ડેટાનો એક્સેસ, તમે પણ વાપરી ?

જેમ સતત બેસી રહેવાના કારણે તકલીફ થઈ શકે છે તેમ જ સતત ઉભા રહેવાના કારણે પણ શરીરને તકલીફ થઈ શકે છે. લાંબા સમય સુધી ઉભા રહેવાથી પગમાં લોહીની માત્રા વધી જાય છે. જેનાથી શરીરના અન્ય ભાગમાં લોહી પરિભ્રમણ ઓછું થાય છે અને એટલે જ લાંબો સમય ઉભા રહેવાથી થાક લાગવો, કમર અને ગરદનની માંસપેશીઓમાં દુ:ખાવો થવા લાગે છે. પીઠ અને કરોડરજ્જુના દુ:ખાવાની સમસ્યા વધી જાય છે, જેના લક્ષણોની વાત કરીએ તો વજનમાં ઘટાડો થવો, શરીરના તાપમાનમાં વધારો થવો તાવ આવવો, પીઠમાં સોજો આવવો, પગના નીચેના ભાગમાં અને ઘૂંટણમાં દુખાવો, ચામડી સુકી પડવી કે સુન્ન થઇ જવી આ બધા લક્ષણો દેખાવા લાગે છે.

health tips gujarati mid-day