યોગ દિવસની ઉજવણીમાં તમે શું કરશો?

16 June, 2022 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ચાલો કરીએ યોગ’માં આજે જાણીએ કે આ વર્ષે યોગ દિવસ નિમિત્તે ક્યાં-ક્યાં શું ખાસ યોજાઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ
એશિયાની યોગની સૌથી ઓલ્ડેસ્ટ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંપૂર્ણ નિ:શુલ્ક ઑનલાઇન અને ઑફલાઇન વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું છે. તમારે માત્ર યોગ ઇન્સ્ટિૂટ્યૂટની વેબસાઇટ પર ફ્રી યોગ કૅમ્પ્સ સેક્શનમાં જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમે ઑનલાઇન અને ઑફલાઇન બન્ને રીતે આ પ્રોગ્રામમાં હાજરી આપી શકશો. સવારે સાતથી સાડાઆઠ મેડિટેશન કૅમ્પ, એકથી અઢી સ્ટ્રેસમેનેજમેન્ટ કેમ્પ, ત્રણથી સાડા ચાર મહિલાઓ માટે કૅમ્પ, સાડા ચારથી સાંજે છ બાળકો માટે કૅમ્પ અને છેલ્લે સાતથી આઠ યોગ ફૉર ઑલ. આ રીતે યોગ ઇન્સ્ટિટ્યૂટમાં આખો દિવસ એક પછી એક નિ:શુલ્ક કૅમ્પ છે જેમાં તમે સાંતાક્રુઝ ઈસ્ટમાં આવેલી ઇન્સ્ટિગટ્યૂટમાં જઈને ઑફલાઇન અને ઑનલાઇન એમ બન્ને રીતે જોડાઈ શકો છો.  
કેવી રીતે જોડાશો? : https://theyogainstitute.org/free-yoga-online-camps

કૈવલ્યધામ ઇન્સ્ટિટ્યૂટ
અત્યાર સુધી યોગ દિવસ નિમિત્તે મુંબઈમાં જુદા-જુદા ઠેકાણે અનેક પ્રોગ્રામ્સ આપી ચૂકેલા કૈવલ્યધામ યોગ સંસ્થાન દ્વારા આખા દિવસ દરમ્યાન નિ:શુલ્ક યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે સાડાછથી સાડાદસ દરમ્યાન એક-એક કલાકનાં પાંચ સેશન અને સાંજે બપોરે ત્રણથી સાડાસાત દરમ્યાન એક-એક કલાકના પાંચ સેશન્સનું આયોજન થયું છે. તમે પણ એનો હિસ્સો બની શકો છો. 
કેવી રીતે જોડાશો? : કૈવલ્યધામ, તારાપોરવાલા માછલીઘરની બાજુમાં, મરીન ડ્રાઇવ પર વિઝિટ કરો. અથવા www.kdham.com/mumbai 

યોગ વિદ્યા નિકેતન
૧૯૭૪માં પદ્મશ્રી યોગાચાર્ય સદાશિવ રાઓ નિંબાલકર દ્વારા સ્થપાયેલી આ સંસ્થા દ્વારા કૉમન યોગ પ્રોટોકૉલનો નિ:શુલ્ક ક્લાસ સવારના આઠથી દસ દરમ્યાન યોગ દિવસે જ યોજાયો છે. આ ક્લાસ ઓપન ફૉર ઑલ છે જેમાં તમે યોગની સરકાર દ્વારા અપાયેલી પ્રોટોકૉલની પ્રૅક્ટિસ કરી શકશો. 
ક્યાં છે? : યોગ વિદ્યા નિકેતન, યોગ ભવન, સેક્ટર 9A, વાશી.  

યોગ ફેસ્ટ : ફીનિક્સ માર્કેટ સિટી
યોગ દિવસ નિમિત્તે આ રવિવારે એટલે કે ૧૯ જૂને કુર્લાના ફીનિક્સ માર્કેટ સિટીમાં સવારે નવ વાગ્યાથી રાતે નવ વાગ્યા દરમ્યાન યોજનારા યોગ ફેસ્ટના આયોજનમાં તમને જાતજાતના યોગને લગતી વર્કશૉપ્સ, વેલનેસ ઍક્ટિવિટીઝ, એક્સપર્ટ્સને લગતી ટૉક, માઇન્ડફુલ પ્રૅક્ટિસિસ અને મનને રિજુવિનેટ કરતી અઢળક ઍક્ટિવિટી કરવા મળશે. નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝન એમ દરેક એજ ગ્રુપને મજા પડે એવી પ્રવૃત્તિઓ કરવી હોય તો અહીં પહોંચી જજો. પ્રવેશ નિ:શુલ્ક છે. 
કેવી રીતે જોડાશો?: તમે ડાયરેક્ટ પણ ત્યાં પહોંચી શકો છો અને વહેલા પહોંચનારાઓ માટે અલગ પ્રાઇઝ પણ રાખ્યાં છે અહીં. 
વધુ વિગત માટે: allevents.in 

સેવન યોગાસન ચૅલેન્જ
ચેમ્પિયન ઍથ્લીટ ક્લબ દ્વારા ઑર્ગેનાઇઝ થયેલા સેવન યોગાસન ચૅલેન્જમાં તમારે યોગાસનના સાત પોઝને સાચી રીતે કરીને એની કોલાજ ઇમેજ ઑર્ગેનાઇઝરના વેબ પેજ પર જઈને અપલોડ કરવાની રહેશે. તમારી એન્ટ્રી સિલેક્ટ થશે તો તમને ઈ સર્ટિફિકેટ મળશે. 
કેવી રીતે જોડાશો? : townscript.com 

સૂર્યનમસ્કાર મૅરથૉન
આ રવિવાર એટલે કે ૧૯ જૂને બોબિતા યોગા દ્વારા સાંજે છ વાગ્યે નિ:શુલ્ક સૂર્યનમસ્કાર મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૭ અને ૫૪ આ બે રાઉન્ડમાંથી કોઈ પણ રાઉન્ડને પસંદ કરીને એટલા સૂર્યનમસ્કાર કરવાની ચૅલેન્જ તમે ઉપાડી શકો છો. ટીચરના ગાઇડન્સમાં ઑનલાઇન યોજાનારા આ પ્રોગ્રામ માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 
કેવી રીતે જોડાશો?: insider.in પર જઈને આ surya-namaskar-marathon-yoga-day સર્ચ કરીને તમારું નામ તમે રજિસ્ટર કરી શકો છો.

યોગ ફૉર ઇન્ટિગ્રલ હેલ્થ
સુરતની ઑરો યુનિવર્સિટીના અંતર્ગત શ્રી ઓરોબિન્દો ઇન્ટિગ્રલ લાઇફ સેન્ટર દ્વારા ‘યોગ ફૉર ઇન્ટિગ્રલ હેલ્થ’ વિષય પર ત્રણ દિવસનો ઇન્ટરનૅશનલ વેબિનાર યોજવામાં આવ્યો છે. જેમાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડૉ. સતબીર સિંહ ખાલસા, પૉન્ડિચેરીના ઓરોબિન્દો આશ્રમના આલોક પાંડે, એઇમ્સના ડૉ. મૃત્યુંજય રાઠોર જેવા સંખ્યાબંધ યોગક્ષેત્રના આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા વિદ્વાનો આ વિષય પર પોતાના વિચાર પ્રગટ કરશે. 
કેવી રીતે જોડાશો? :  youtube.com/ AuroSurat

યોગ ફૉર લાઇફ ટ્રાન્સફૉર્મિંગ
હેલોમાય યોગાએ દેશના છ અગ્રણી યોગ માસ્ટર સાથે મળીને એક વિશિષ્ટ વેબિનારનું આયોજન કર્યું છે. ૧૯ જૂન, રવિવારે સવારે સાત વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી ઝૂમ પર યોજાઈ રહેલા આ વેબિનારમાં નિ:શુલ્ક રજિસ્ટ્રેશન છે. યોગ જીવનને કઈ રીતે ટ્રાન્સફૉર્મ કરી શકે એ વિષય પર ઍક્ટ યોગના ફાઉન્ડર ડૉ. ગણેશ રાઓ, ડૉ. દીપક સચદેવા, ડૉ. જીવાંશુ, હરિપ્રસાદ વર્મા, પ્રસાદ રાંગકર, યોગાચાર્ય જ્ઞાનદેવ ગિરિ વગેરે દિગ્ગજો પોતાના વિચારો શૅર કરશે. 
કેવી રીતે જોડાશો?:  https://www.hellomyyoga.com/content/iyd-digital-celebration-yoga-life-transforming 

શ્રીમદ રાજચંદ્ર યોગ ગ્રુપ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને શ્રીમદ રાજચંદ્રના યોગ વિભાગે પોતાની ફેસબુક અને યુટ્યુબ ચૅનલ પર એકવીસ જૂને સવારે આઠ વાગ્યે એક લાઇવ સેશન રાખ્યું છે, જેમાં ૪૫ મિનિટના યોગ ક્લાસમાં આસનો, પ્રાણાયામ સાથે સાઉન્ડ બાથ મેડિટેશન પણ સામેલ કરવામાં આવ્યું છે. 
કેવી રીતે જોડાશો? : SRMD YouTube Channel અને ફેસબુક પેજ પર જોડાઈ શકો છો.

columnists life and style yoga international yoga day