લગ્નમાં લહેંગામાંથી બહાર નહીં લટકે પેટ, માત્ર આ હોમમેડ Weight Loss Drink કરો શરૂ

17 January, 2023 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વજન ઘટાડવા માટે ખાવાપીવાનું ખાસ યોગદાન હોય છે. પણ જો તમે તમારું વજન ઘટાડવા માટે યોગ્ય ડાએટ લેશો તો શરીર પર આની અસર ઝડપથી જોવા મળશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વજન ઘટાડવા માટે ખાવાપીવાનું ખાસ યોગદાન હોય છે. પણ જો તમે તમારું વજન ઘટાડવા માટે યોગ્ય ડાએટ લેશો તો શરીર પર આની અસર ઝડપથી જોવા મળશે. અહીં આવા જ એક વેઈટ લૉસ ડ્રિંક (Weight Loss Drink) બનાવવાની રીત બતાવાવમાં આવી છે જેને પીવાથી તમારા પેટની ચરબી (Belly Fat) ઘટશે, વાળ ખરતા અટકશે, પેટની મુશ્કેલીઓ જેમ કે બ્લોટિંગ, એસિડિટી અને ઈરિટેશનમાંથી પણ છૂટકારો મળી જશે. આ ડ્રિન્ક શિયાળામાં શરદી-ઉધરસ થવા પર પણ બનાવીને પી શકાય છે. તમે આને બેલી ફેટ ઘટાડવા માટે રોજ સવારી પી શકો છો. અહીં જાણો ડિન્ક બનાવવાની રીત.

બેલી ફેટ ઘટાડવા માટેનું વેઈટ લૉસ ડ્રિન્ક (Weight Loss Drink To Lose Belly Fat)

સામગ્રી
પાણી- લગભગ 2 ગ્લાસ
મીઠો લીમડો - 7થી 8 પાંદડા
અજમાના પાન - 3
આખા ધાણા - 1 ચમચી
જીરું - એક ચમચી
પીસેલી એલચી- એક
અદરખ -  એક ઘસાયેલી સ્લાઈસ

આ પણ વાંચો : એપિલેપ્સીમાં ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે?

બનાવવાની રીત
સામાન્ય ધીમી ફ્લેમ પર વાસણમાં પાણી ભરવું. એક-એક કરીને બધી સામગ્રી પાણીમાં નાખવી અને લગભગ 5 મિનિટ સુધી ગરમ કરીને ગાળી લેવું. ગ્લાસમાં કાઢીને સવારે ખાલી પેટ પીવાથી આ વેઈટ લૉસ ડ્રિન્ક પીવાનો ફાયદો દેખાશે.

આ પણ વાંચો : કમર પર ફોલ્લા ઊપસી આવે છે

આ ટિપ્સ પણ આવશે કામ
પોતાના ડાએટમાં પ્રૉટીન (Protein) સામેલ કરવો. ઈંડા, પનીર, ટોફૂ અને સૂક્કા મેવા ખાઈ શકાય છે.
પ્રોસેસ્ડ અને પેકેજ્ડ વસ્તુઓ ખાવું ટાળવું.
મીલ્સની વચ્ચે હેલ્ધી સ્નેક્સ ખાવા. 
તમારા ખાવા પીવાની વસ્તુઓમાંથી એડેડ શુગર કાઢી નાખવી. કોલ્ડ ડ્રિન્ક્સ અને પેસ્ટ્રી વગેરેથી દૂર રહેવું.
વધુમાં વધુ પાણી પીવું. આ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
ગ્રીન ટીથી પણ કેટલીક હદે ફાયદો મળે છે.
ફળ અને શાકભાજીનું સેવન કરવું.
એકસાથે ઘણું બધું ખાઈ લેવાને બદલે ઓછું ઓછું ખાવું.
ભરપૂર ઊંઘ લેવી પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
ખાવામાં ફાઈબર સામેલ કરવવું. ફાઈબરથી ભરપૂર ફૂડ્સ ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે જેથી એક્સેસ ફૂડ ઈન્ટેક ઘટે છે.

health tips life and style