08 August, 2025 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દાંતની પીળાશને દૂર કરવા માટે પ્રાચીન આયુર્વેદિક ઉપાયોમાંથી એક છે નારિયેળનું તેલ. અડધી ચમચી નારિયેળના તેલમાં એક ચપટી હળદર નાખીને મિક્સ કરીને આ મિશ્રણથી દાંત ઘસવામાં આવે તો એ દાંતમાં ચોંટેલા પ્લૅકને દૂર કરે છે અને નૅચરલી સફેદ બનાવે છે. મોંમાંથી દુર્ગંધ કે બૅક્ટેરિયાને ઓછા કરવા હોય તો દરરોજ સવારે ખાલી પેટે પાંચ-દસ મિનિટ સુધી એક ચમચી નારિયેળ તેલના કોગળા કરવા. આનાથી પેઢાં મજબૂત થાય છે અને દાંત મજબૂત જ રહે છે. કોલ્ડ પ્રેસ પદ્ધતિથી બનાવવામાં આવેલું તેલ શુદ્ધ હોય છે.