અહીંની ચાટ આઇટમ સચિન તેન્ડુલકરની પણ છે ફેવરિટ

11 May, 2025 06:52 AM IST  |  Mumbai | Darshini Vashi

વિલે પાર્લે ખાતે આવેલું ૬૦ વર્ષ જૂનું શર્મા ભેલપૂરી હાઉસ અનેક સેલિબ્રિટીનું માનીતું છે

શર્મા ભેલપૂરી હાઉસ, એમ. જી રોડ, મ્યુનિસિપલ ગાર્ડનની સામે, વિલે પાર્લે (ઈસ્ટ)

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર મુંબઈના વડાપાંઉનો મોટો ચાહક તો છે જ પણ સાથે તેને ચાટ આઇટમ પણ એટલી જ પ્રિય છે. ખાસ કરીને વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલી એક દુકાનની, આ દુકાનમાં એક દીવાલ પર લગાવેલા ફોટો એની સાબિતી છે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ શર્મા ભેલપૂરી હાઉસની.

દહીંપૂરી

વિલે પાર્લે-ઈસ્ટ સ્થિત શર્મા ભેલપૂરી હાઉસનું કહેવું છે કે ૧૯૯૯ની સાલથી જ્યારે પણ સચિન તેન્ડુલકરના ઘરે કોઈ પણ નાની-મોટી પાર્ટીનું આયોજન થાય તો ત્યાં અમારી ચાટ આઇટમ હમેશાં જોવા મળે જ છે, જેને લીધે આ ચાટ હાઉસ ખૂબ જ પ્રસિદ્ધિ પણ પામ્યું છે. શર્મા ભેલપૂરી હાઉસને અત્યારે શર્મા ફૅમિલીની ત્રીજી પેઢી સંભાળી રહી છે જેને આજથી ૬૦ વર્ષ પહેલાં એટલે ૧૯૬૫ની સાલમાં તેમના દાદાએ શરૂ કર્યું હતું. ત્યારે આ એક નાનકડો સ્ટૉલ હતો, પછી ધીરે-ધીરે એને વિસ્તારવામાં આવ્યો અને આજે વિલે પાર્લેનો વન ઑફ ધ મોસ્ટ ફેવરિટ ચાટ કૉર્નર બની ગયો છે. તેમનું કહેવું છે કે ચાટ આઇટમની તમામ વસ્તુઓ ઇનહાઉસ જ બને છે.

પાણીપૂરી

પૂરીથી લઈને સેવ સુધીની દરેક વસ્તુ અહીં જ જાતે બનાવવામાં આવે છે જેને લીધે તેમનો ટેસ્ટ એકસરખો જળવાઈ પણ રહ્યો છે. હવે અહીંની ફેમસ આઇટમની વાત કરીએ તો પાણીપૂરી સૌથી વધુ ખવાતી આઇટમ છે. ત્યાર પછી દહીંપૂરી અને પાપડી ચાટનો નંબર આવે છે. તેમ જ એવું પણ કહેવામાં આવે છે કે અહીં દરેક ફૂડ આઇટમમાં બિસલેરી વૉટરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ આઉટલેટની બહાર કે આસપાસમાં પાર્કિંગની સમસ્યા છે, થોડે દૂર પાર્કિંગ કરવું પડે છે એટલે એ વાતને ધ્યાનમાં રાખીને અહીં આવવું.

ક્યાં આવેલું છે? : શર્મા ભેલપૂરી હાઉસ, એમ. જી રોડ, મ્યુનિસિપલ ગાર્ડનની સામે, વિલે પાર્લે (ઈસ્ટ)

સમય : બપોરે બેથી રાત્રે દસ સુધી

vile parle food news indian food mumbai food street food life and style columnists gujarati mid-day mumbai darshini vashi sachin tendulkar