જન્ક અનલિમિટેડ

08 January, 2023 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પણ જસ્ટ ૩૪૯ રૂપિયામાં

જન્ક અનલિમિટેડ

થર્ટીફર્સ્ટની પાર્ટીમાં બહુ ખર્ચો થઈ ગયો હોય અને હવે ખિસ્સાને પરવડે એવું કંઈક જન્ક શોધવા માટે તમે ફાંફાં મારતા હો તો ફૂડ અડ્ડા દ્વારા તમારી આ મુરાદ પણ પૂરી થઈ રહી છે. અહીં અનલિમિટેડ ફૂડની ઑફર છે જેમાં પાંચ પ્રકારના પીત્ઝા, ચાર પ્રકારનાં મોઇતો, ત્રણ પ્રકારની ગાર્લિક બ્રેડ અને ત્રણ ફ્લેવરની ફ્રેન્ચ ફ્રાઇઝ મળશે. એ પણ જસ્ટ ૩૪૯ રૂપિયામાં. જોકે અહીં તમને ફૂડ વેસ્ટ કરવાનું અલાઉડ નથી. ધારો કે તમે ખાઈને ધરાઈ જાઓ તો બચેલી ચીજો પૅક કરીને જરૂરિયાતમંદને આપી દઈ શકો છો.

ફૂડ અડ્ડાનાં મુંબઈમાં ઘણાં આઉટલેટ્સ છે. લોઅર પરેલ, વિલે પાર્લે, અંધેરી, કાંદિવલીમાં આ ઑફર ચાલે છે અને એમાં જૈન ઑપ્શન પણ અવેલેબલ છે.

ક્યાં?: ફૂડ અડ્ડા
કિંમત: ૩૪૯ રૂપિયા

life and style Gujarati food mumbai food indian food