આજની રેસિપી: તુવેરના દાણાની બાટી

05 March, 2026 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીપ : આ બાટી તમે ચોળીના દાણાથી પણ બનાવી શકો છો.

આજની રેસિપી: તુવેરના દાણાની બાટી

સામગ્રી : તુવેર દાણા ૧ બાઉલ અથવા ચોળી દાણા, બટાટા ૧ નંગ, ઘઉંનો કકરો લોટ ૧ મોટો બાઉલ, તેલ મોણ માટે ૩ ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, રૂટીન મસાલા, ઘી, લીંબુ સ્વાદ મુજબ

રીત : સૌપ્રથમ એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, હિંગ ઉમેરી તુવેર દાણા અને સમારેલા બટાટા ઉમેરી સાંતળવા. હવે એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું. હવે દાણા અને બટાટા સંતળાય એટલે એમાં મરચું, હળદર, મીઠું, ધાણાજીરું ઉમેરી પછી પાણી ઉમેરી ઊકળવા દેવું. પાણી ઊકળે ત્યાં સુધી બાટી તૈયાર કરવી. એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ લઈ એમાં મીઠું અને મોણ ઉમેરી નવશેકા પાણીથી લોટ બાંધી લેવો. હવે લોટમાંથી બાટી બનાવી લેવી. બાટી એકદમ પોલી વાળવી જેથી અંદર સુધી એકદમ સારી રીતે કુક થઈ શકે. પછી બાટીને ઊકળતા પાણીમાં ઉમેરી ૧૦ મિનિટ માટે કુક થવા દેવી. બાટી અંદર સરસ ફૂલી જશે. પછી સર્વ કરતી વખતે પ્લેટમાં બાટી લઈ એના નાના-નાના પીસ કરવા. ઉપર વધારે રસો ઉમેરવો અને સાથે ઘી અને લીંબુનો રસ ઉમેરી પછી બાટીને સર્વ કરવી. ઉપરથી ઝીણી ડુંગળી પણ નાખી શકો છો. તો તૈયાર છે એકદમ સરળ અને હેલ્ધી તુવેરના દાણાની બાટી.

ટીપ : આ બાટી તમે ચોળીના દાણાથી પણ બનાવી શકો છો.

નેહા ઠક્કર

food and drink food news street food Gujarati food indian food mumbai food columnists lifestyle news life and style