આજની રેસિપી: સુરતી સ્ટાઇલ હાર્ડ અને ક્રિસ્પી જીની ઢોસા

18 June, 2026 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો સુરતી સ્ટાઇલ હાર્ડ અને ક્રિસ્પી જીની ઢોસા

સુરતી સ્ટાઇલ હાર્ડ અને ક્રિસ્પી જીની ઢોસા

સામગ્રી : બેટર માટે : ૧૦૦ ગ્રામ બેસન, ૫૦૦ ગ્રામ બારીક રવો (સૂજી), ૨૫૦ મિલીલીટર છાશ, ૫૦૦ મિલીલીટર પાણી, ૧૦ ગ્રામ મીઠું

સ્ટફિંગ માટે : ૫૦ ગ્રામ બારીક સમારેલી કોબી, ૩૦ ગ્રામ બારીક સમારેલું ગાજર, ૩૦ ગ્રામ બારીક સમારેલું કૅપ્સિકમ, ૩૦ ગ્રામ સ્પ્રિંગ અન્યન, ૧૫ ગ્રામ તાજી કોથમીર, ૩૦ ગ્રામ ખમણેલું બીટ, ૪૫ ગ્રામ સેઝવાન સૉસ, ૪૫ ગ્રામ મેયોનેઝ, ૩૦ ગ્રામ ટૉમેટા કેચપ, ૧૫ ગ્રામ બારીક સમારેલું લસણ, ૧૫ ગ્રામ લીલું લસણ, ૧૦૦થી ૧૫૦ ગ્રામ ખમણેલું ચીઝ, ૫૦ મિલીલીટર તેલ અથવા બટર

બેટર બનાવવાની રીત : એક મોટા વાસણમાં બારીક રવો, બેસન અને મીઠું મિક્સ કરો. એમાં છાશ અને પાણી ઉમેરો. ગાંઠા ન રહે એ રીતે એને સારી રીતે ફેંટી લો. બેટરને ઢાંકીને ઓછામાં ઓછા છથી ૮ કલાક આરામ કરવા મૂકી દો. આરામ પછી બેટર ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરીને ઢોસા જેવું પાતળું કરો.

સ્ટફિંગ બનાવવાની રીત : એક બાઉલમાં કોબી, ગાજર, કૅપ્સિકમ, સ્પ્રિંગ અન્યન, કોથમીર અને બીટ ભેગું કરો. એમાં લસણ, લીલું લસણ, સેઝવાન સૉસ, મેયોનેઝ અને કેચપ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. છેલ્લે ખમણેલું ચીઝ ઉમેરો અને હળવેથી મિક્સ કરો.

ઢોસા બનાવવાની રીત : લોખંડનો તવો સારી રીતે ગરમ કરો. તવા પર થોડું તેલ લગાવો. એક કડછી બેટર લઈને તવા પર ઝડપથી ગોળાકાર રીતે ખૂબ પાતળું ફેલાવો. ઉપરથી થોડું તેલ અથવા બટર છાંટો. ઢોસો કરકરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તૈયાર સ્ટફિંગ ઢોસાની વચ્ચે મૂકો. ઉપરથી વધુ ચીઝ છાંટીને ઢોસાને ફોલ્ડ કરો. ગરમાગરમ સર્વ કરો.

food news food and drink Gujarati food mumbai food street food indian food life and style lifestyle news columnists