આજની રેસિપી: રાજમા ટિક્કી

24 June, 2026 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો રાજમા ટિક્કી

રાજમા ટિક્કી

સામગ્રી : બાફેલા રાજમા ૧ કપ, તેલ ૨ મોટા ચમચા, આદું સમારેલું ૧/૨ ચમચી, લસણ ૩ કળી, કાંદો સાંતળેલો ૧ મોટો ચમચો, લીલાં મરચાં બે, બેસન ૧ મોટો ચમચો, મીઠું ૧ ચમચી, બાફેલો બટાટો ૧, ફુદીનાનાં પાન ૪, આમચૂર પાઉડર ૧/૨ ચમચી, ઘી ૧ ચમચી તથા જીરું, હળદર, ચાટ મસાલો, કિચન કિંગ મસાલો, કાશ્મીરી લાલ મરચું પ્રત્યેક ૧/૨-૧/૨ ચમચી

રીત : રાજમાને આખી રાત પલાળી રાખવા. બીજા દિવસે સવારે રાજમા ડૂબે એટલું પાણી અને મીઠું નાખીને કુકરમાં ૪ સીટી કરીને બાફી લો. પાણી નિતારીને પલ્સ મોડ પર કરકરું વાટો. પૅનમાં એક મોટો ચમચો તેલ લઈને બેસનને બે મિનિટ સાંતળો. હવે એમાં આદું, લસણ, મરચાં, કાંદો, જીરું, હળદર, ચાટ મસાલો, કિચન કિંગ મસાલો, લાલ મરચું અને રાજમા નાખીને એક મિનિટ સાંતળો. પછી એમાં ખમણેલો બે સીટી બોલાવેલો બટાટો અને સમારેલાં ફુદીનાનાં પાન ઉમેરો. બધું મિક્સ કરી હાથમાં તેલ લઈને ટિક્કી વાળો. એક ચમચી તેલ અને ઘી લઈને નૉન-સ્ટિક પૅનમાં ૪ મિનિટ બન્ને બાજુ લાલ થાય ત્યાં સુધી શેકો. સ્વાદિષ્ટ, પ્રોટીનરીચ રાજમા ટિક્કીને કેચપ સાથે સર્વ કરો.

food and drink food news street food Gujarati food indian food mumbai food life and style lifestyle news columnists