આજની રેસિપી: પોંક ટિક્કી

26 January, 2026 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો પોંક ટિક્કી

પોંક ટિક્કી

સામગ્રી : ૧ કપ પોંક, ૪ મોટા ચમચા સેવ, ૨ મોટા ચમચા કોથમીર, ૧ બારીક સમરેલું લીલું મરચું, ૧/૪ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૨ ચમચી ચાટ મસાલા, ૧/૪ ચમચી જીરું પાઉડર, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરી પાઉડર, ૧/૨ લીંબુનો રસ, ૧/૨ કાંદો બારીક સમારેલો, ૧/૨ બાફેલું બટેટું, ૧ ચમચી કૉર્નફલોર, ૧ મોટો ચમચો તેલ. દહીંનું ડિપ બનાવવા માટે ૧/૨ કપ ફેંટેલું દહીં,  ચપટી લાલ મરચું, ચપટી જીરું, ચપટી સંચળ પાઉડર.

રીત : મિક્સરમાં પોંક, સેવ, કોથમીર, મરચું, બધા મસાલા, લીંબુનો રસ નાખી બધું અધકચરું વાટી લો. હવે આમાં કાંદો, બટાટાનો માવો અને કૉર્નફલોર નાખી બરાબર મસળો. હવે પાણીવાળો હાથ કરી નાની ટિક્કી વાળી લો. નૉનસ્ટિક પૅનમાં બન્ને બાજુ થોડું તેલ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. હવે ગળ્યા ફેંટેલા દહીંમાં ચપટી લાલ મરચું, જીરું પાઉડર, સંચળ નાખી ટિક્કી સાથે પીરસો. શિયાળામાં મળતા તાજા જુવારના પોંકની આ સ્વાદિષ્ટ અને સરળ વાનગીની મજા માણો.

- સ્વાતિ માધવદાસ શ્રોફ

food news indian food Gujarati food mumbai food street food life and style lifestyle news columnists