આજની રેસિપી: મગના લાડવા

30 June, 2026 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો મગના લાડવા

મગના લાડવા

સામગ્રી : ૧ વાટકો મગ, ૩/૪ વાટકો ઘી, સવા વાટકી

સાકર, પા ચમચી એલચીનો ભૂકો, ત્રણથી ૪ ચમચી બદામ-પિસ્તાનો ભૂકો.

રીત : એક કડાઈમાં મગ નાખીને આઠથી ૧૦ મિનિટ ધીમે તાપે શેકવા. થોડો કલર ચેન્જ થઈ જશે. પછી એકદમ ઠંડા થાય એટલે મિક્સરમાં પીસી લેવા. પછી ચાળણીથી ચાળી લેવા. એક કડાઈમાં ઘી નાખી મગનો પાઉડર નાખીને ધીમા તાપે દસથી ૧૨ મિનિટ શેકવો. જરૂર પડે તો બે ચમચી ઘી ઉમેરવું. સુગંધ આવે એમ શેકવો. પછી ગૅસ બંધ કરીને એકથી બે મિનિટ કડાઈમાં હલાવવું. એને એક થાળીમાં કાઢીને એલચી, બદામ, પિસ્તા અને સાકરનો ભૂકો નાખવાં. એ થોડું ઠંડું થાય એટલે લાડવા વાળવા. જરૂર પડે તો થોડું ગરમ ઘી નાખવું એટલે બાઇન્ડિંગ સરસ આવશે અને લાડવા સરસ વળશે.

food news food and drink street food Gujarati food mumbai food indian food lifestyle news life and style columnists