આજની રેસિપી: મૅન્ગો આઇસક્રીમ

16 June, 2026 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો મૅન્ગો આઇસક્રીમ

મૅન્ગો આઇસક્રીમ

સામગ્રી : ફ્રેશ ટેટ્રાપૅક ક્રીમ ૧ કપ, મિલ્ક પાઉડર ૧/૨ કપ, દૂધ ૧ કપ, સાકર ૩/૪ કપ, મૅન્ગો પલ્પ ૧૧/૪ કપ, કાજુ ૧/૨ કપ, મૅન્ગો ટુકડા ૧/૪ કપ.

બનાવવાની રીત : કાજુમાં ૧/૪ કપ સાકર નાખીને મિક્સરમાં બારીક પાઉડર કરો. હવે એમાં ઠંડું ક્રીમ, મિલ્ક પાઉડર, દૂધ, ૧/૨ કપ સાકર અને મૅન્ગો પલ્પ નાખીને પલ્સ મોડ પર ૩ વાર મિક્સ કરો. વચ્ચે એક વાર બધું ચમચીથી બરાબર મિક્સ કરો. હવે ઍર-ટાઇટ કન્ટેનરમાં આ મિક્સ્ચર પાથરો. એમાં થોડા મૅન્ગો પીસ ઉમેરો. સૌથી ઉપર મૅન્ગો પલ્પના ડૉટ નાખીને ટૂથપિકથી ડિઝાઇન કરો. ક્લિન્ગ ફિલ્મથી કવર કરી, કન્ટેનર ઢાંકીને આખી રાત ફ્રીઝરમાં મૂકીને બીજા દિવસે સ્કૂપ કરીને ક્રીમી, ફ્રેશ મૅન્ગો આઇસક્રીમ સર્વ કરો. 

food and drink food news Gujarati food indian food mumbai food street food life and style lifestyle news columnists