આજની રેસિપી: ભાવનગરી ગાંઠિયા (સંચામાં બનાવેલા)

23 June, 2026 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો ભાવનગરી ગાંઠિયા (સંચામાં બનાવેલા)

ભાવનગરી ગાંઠિયા (સંચામાં બનાવેલા)

સામગ્રી : બે કપ ચણાનો લોટ, પા કપ પાણી (૫૦ મિલીલીટર), પા કપ તેલ (૫૦ મિલીલીટર), અડધી ટીસ્પૂન પાપડખાર (૪ ગ્રામ), પોણી ટીસ્પૂન મીઠું (૭ ગ્રામ), પા ટીસ્પૂન અજમો, એક ટેબલસ્પૂન અધકચરો મરીનો ભૂકો, ગાંઠિયા પર ભભરાવવા હિંગ, તળવા માટે તેલ

બનાવવાની રીત : ચણાના લોટને એક થાળીમાં ચાળી લેવો. લોટની વચ્ચે ખાડો કરવો. એક બાઉલમાં તેલ, પાણી, મીઠું, પાપડખાર નાખી બ્લેન્ડર ફેરવીને એકરસ કરી લેવું. લોટમાં કરેલા ખાડામાં તૈયાર કરેલું મિશ્રણ નાખવું. પછી અજમો અને મરીનો ભૂકો નાખવો અને લોટ બાંધી લેવો. સંચાને તેલથી ગ્રીસ કરી લેવો. લોટના બે ભાગ કરવા. એક ભાગમાં એકથી બે ચમચી પાણી નાખીને ખૂબ ફીણવું. લોટનો કલર ચેન્જ થઈ જશે (સફેદ જેવો). પછી એને સંચામાં ભરીને ગરમ તેલમાં ગાંઠિયા પાડવા. વધેલા બીજા લોટને પણ પાણી નાખીને કલર ચેન્જ થાય ત્યાં સુધી ફીણીને ગરમ તેલમાં ગાંઠિયા બનાવવા. બજાર કરતાં સસ્તા અને વધારે ગાંઠિયા બનશે.

નોંધ : બધી વસ્તુનું માપ એકદમ પ્રૉપર રાખવું.

food and drink food news street food Gujarati food mumbai food indian food life and style lifestyle news columnists